Home Automobile Tesla To Launch First Car In India Very Soon Company Showroom Is Prepared In Mumbai

જલ્દી જ ભારતમાં કંકુ પગલા કરશે TESLA : શો-રૂમ પણ તૈયાર, હવે રાહ જોવાઈ રહી છે લૉન્ચની

જલ્દી જ ભારતમાં કંકુ પગલા કરશે TESLA
Published by: OBS Bureau
Last Updated: Apr 25, 2025, 07:50 AM IST

ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક વ્હિકલ કંપની ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાંમાં કંકુ પગલા ભરી શકે છે. છેલ્લા ઘણા મહિનાઓથી, ટેસ્લાની ઈલેક્ટ્રિક કાર મોડલ Y મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળે છે. આવી સ્થિતિમાં, એવા સંકેતો મળી રહ્યા છે કે કંપની ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરી શકે છે.

ઈલોન મસ્ક ટેસ્લા Y લોન્ચ કરવાની તૈયારીમાં છે. જો કે, શક્યતા છે કે કંપની ભારતમાં તેની મોડલ Y કારને કોઈ અન્ય નામથી લોન્ચ કરી શકે.

મુંબઈમાં ભાડા પર શોરૂમ

ટેસ્લાએ ભારતમાં તેના લોન્ચિંગ પહેલા, મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે શોરૂમ માટે 4,003 ચોરસ ફૂટ જગ્યા ભાડે લીધી છે. તમને જણાવી દઈએ કે આ જગ્યાનું ભાડું લગભગ 35.26 લાખ રૂપિયા છે. આ સિવાય ટેસ્લા દિલ્હીમાં પોતાનો શોરૂમ ખોલવાની તૈયારીમાં છે. જેના માટે કંપનીએ ભારતમાં સેલ્સ, કસ્ટમર સપોર્ટ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ જેવા કાર્યો માટે 20થી વધુ નોકરીઓ માટે ભરતી શરૂ કરી છે.

ભારત માટે ટેસ્લાનું શું આયોજન?

ભારતીય બજારમાં ટેસ્લાની વ્યૂહરચના શરૂઆતમાં સંપૂર્ણપણે CBU મોડલ્સ પર કેન્દ્રિત હશે, જેમાં મોડલ Y અને મોડલ 3 જેવી કાર્સનો સમાવેશ થાય છે. તે જ સમયે, જો આપણે તેની કિંમતની વાત કરીએ તો ભારતમાં ટેસ્લા પર લાદવામાં આવેલ ટેક્સ તેની EVની કિંમતોને અસર કરી શકે છે. એવું અનુમાન છે કે ભારતમાં ટેસ્લાના પ્રથમ EV મોડલ Yની કિંમત 60-70 લાખ રૂપિયાની આસપાસ હશે. જે મર્સિડીઝ, BMW, Volvo અને BYD જેવી પ્રીમિયમ કાર કંપનીઓ તેમજ ભારતની અન્ય કાર કંપનીઓ સાથે સ્પર્ધા કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now