Home International Terrible Avalanche In Switzerland International News

સ્વીઝરલેન્ડમાં ભયાનક હિમસ્ખલન! : ગ્લેશિયરનો મોટો ભાગ ધસી પડતા બરફના પહાડથી દબાઈ ગયું આખું ગામ, સામે આવ્યાં વિનાશક દ્રશ્યો

સ્વીઝરલેન્ડમાં ભયાનક હિમસ્ખલન!
Published by: OBS Bureau
Last Updated: May 29, 2025, 11:35 AM IST

Samir Shukla (Senior Journalist), New Jersey, USA: ગ્લેશિયરનો મોટો ભાગ ખીણમાં પડતો હોવાના દ્રશ્ય સામે આવ્યા. જે દ્રશ્યો જોઈને ભલભલા ભયભીત થઈ જાય. ગ્લેશિયરનો મોટો ભાગ સ્વિસ ગામ  બ્લેટન પર પડતા 90 ટકા ગામ નાશ પામ્યું છે.


જોકે બિર્ચ ગ્લેશિયર તૂટી રહ્યું હોવાની આશંકાથી થોડા દિવસો પહેલા ગામ ખાલી કરાવવામાં આવ્યું હતું, પરંતુ એક વ્યક્તિ ગુમ છે, અને ઘણા ઘરો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે. 330 મકાનોની વસ્તી ધરાવતું ગામ આખેઆખું ખાલી થઈ ગયું છે કારણ કે મોટા ભાગના ઘર તૂટી ગયા છે. બ્લેટનના મેયર મેથિયાસ બેલવાલ્ડે કહ્યું કે આ એક  "અકલ્પનીય ઘટના બની છે" પરંતુ તેમણે વચન આપ્યું કે ગામનું ભવિષ્ય હજુ પણ છે. , ગામને ફરીથી ઊભું કરવામાં આવશે. 


સ્થાનિક અધિકારીઓએ સ્વિસ આર્મીના આપત્તિ રાહત એકમ પાસેથી મદદની વિનંતી કરી છે અને સ્વિસ સરકારના સભ્યો ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે. સ્વિસ પર્વતમાળા પર ગ્લેશિયરમાંથી ખડકો અને બરફનો મોટો જથ્થો પડ્યો, જેના કારણે ધૂળના ઢગલા આકાશ તરફ ફેલાઈ ગયા અને આલ્પાઇન ગામ લગભગ આખા વિસ્તારમાં કાદવ છવાઈ ગયો, જેને અધિકારીઓએ આ મહિનાની શરૂઆતમાં સાવચેતી રૂપે ખાલી કરાવ્યું હતું.


સોશિયલ મીડિયા અને સ્વિસ ટીવી પરના વીડિયોમાં દક્ષિણ લોટશેન્ટલ ખીણમાં બ્લેટન નજીક ભૂરા રંગના કાદવના ઢગલા હેઠળ ઘરો અને ઇમારતો આંશિક રીતે ડૂબી ગઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પ્રાદેશિક પોલીસે જણાવ્યું હતું કે 64 વર્ષીય વ્યક્તિ ગુમ  છે, અને થર્મલ કેમેરા સાથે ડ્રોનનો ઉપયોગ કરીને શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. Dron કેમેરાથી લેવાયેલી તસવીરો થી જોવા મળી રહ્યું છે કે ગામનો લગભગ 90% ભાગ ઢંકાઈ ગયો છે અથવા નાશ પામ્યો છે, તેથી બ્લેટનમાં આ એક મોટી આપત્તિ છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video