Home Sports Team Indias Star Batsman Rishabh Pant Injured Before The First Odi Against New Zealand

ન્યુઝીલેન્ડ સામેની પહેલી ODI પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો! : પ્રેક્ટિસ દરમિયાન Rishabh Pant થયો ઘાયલ

ન્યુઝીલેન્ડ સામેની પહેલી ODI પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો!
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2026, 12:22 PM IST

Team India suffered a major setback before the first ODI against New Zealand: વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી અને તેને મેદાન છોડવું પડ્યું હતું. ભારત vs ન્યુઝીલેન્ડ ODI સિરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરી, રવિવારના રોજ વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે રમાશે. પંત વિશેના સમાચારથી ફેન્સમાં ચિંતા વધી ગઈ છે. ઋષભ પંતે ઓગસ્ટ 2024 માં પોતાની છેલ્લી વનડે રમી હતી. તે છેલ્લા કેટલાક સમયથી ઈજાઓથી પીડાઈ રહ્યો છે, જેમાં ઇંગ્લેન્ડમાં થયેલી એક મેચનો પણ સમાવેશ થાય છે. તેને કે. એલ રાહુલની સાથે બીજા વિકેટકીપર તરીકે ન્યુઝીલેન્ડ સામેની વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એવી શક્યતા છે કે, કે. એલ રાહુલને પહેલી વનડેમાં વિકેટકીપર તરીકે મેદાનમાં ઉતારવામાં આવશે.

ઋષભ પંત થયો ઘાયલ

રિપોર્ટસ અનુસાર, ઋષભ પંત નેટ્સમાં થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ સામે રમતી વખતે ઘાયલ થયો હતો. એક બોલ તેની કમરની ઉપર વાગ્યો હતો. ત્યારપછી તે મેદાનની બહાર ચાલ્યો ગયો. જોકે, તેને અગાઉ 50 મિનિટ સુધી બેટિંગ પ્રેક્ટિસ કરી હતી અને તે સારી સ્થિતિમાં દેખાતો હતો. જોકે, પંતની ઈજા અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે મેચ 11 જાન્યુઆરી, રવિવારના રોજ વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે રમાશે. શુભમન ગિલની ગેરહાજરીમાં સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરનાર કે. એલ રાહુલને અહીં વિકેટકીપર-બેટ્સમેન તરીકે સામેલ કર્યો છે.

ભારતીય સ્કવોડ

રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, યશસ્વી જયસ્વાલ, નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કે. એલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

લાઈવ મેચ ક્યાં જોવી

ભારત vs ન્યુઝીલેન્ડ પ્રથમ ODI ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર કરવામાં આવશે. લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now