India and New Zealand ODI Series: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે 18 જાન્યુઆરી, રવિવારના રોજ ઇન્દોરમાં રમાશે. બે મેચ બાદ, સિરીઝ 1-1 થી બરાબર છે. ભારતીય ટીમનો ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં એક શાનદાર વનડે રેકોર્ડ છે, જ્યાં ભારતીય ટીમ ક્યારેય હાર્યા નથી. જોકે, ન્યૂઝીલેન્ડના કેટલાક ખેલાડીઓ ત્રીજી વનડેમાં ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જાણો કે ભારતીય ટીમે ક્યાં ચાર ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પર ધ્યાન રાખવું પડશે.
ડેરિલ મિશેલ
ડેરિલ મિશેલે ભારત સામેની બીજી વનડેમાં 131 રન નોટઆઉટ બનાવ્યા હતા. ડેરિલ મિશેલ હાલમાં ઉત્તમ ફોર્મમાં છે, તેને અગાઉ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડેમાં સેન્ચુરી ફટકારી હતી. તેને મોટી ઇનિંગ્સ રમતા અટકાવવા એ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો પડકાર સાબિત થઈ શકે છે. ભારતીય બોલરોએ તેને ઝડપથી આઉટ કરવાની જરૂર પડશે.
માઈકલ બ્રેસવેલ
માઈકલ બ્રેસવેલ આ સિરીઝમાં ન્યુઝીલેન્ડ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે અત્યાર સુધી બે મેચમાં ફક્ત 2 વિકેટ લીધી છે, પરંતુ ભારતીય બેટ્સમેનોને તેમની સ્પિન સામે રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. બીજી વનડેમાં, તેમણે 10 ઓવરમાં ફક્ત 34 રન આપ્યા.
કાયલ જેમીસન
6 ફૂટ 8 ઇંચ ઊંચા, કાયલ જેમીસનને બોલિંગમાં સ્વાભાવિક રીતે ઘણો ઉછાળો મળે છે. વધુમાં, તેની સ્લોવર બોલિંગે ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા, ખાસ કરીને પ્રથમ વનડેમાં. જેમીસન સિરીઝમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તેણે 2 મેચમાં 5 વિકેટ લીધી છે.
વિલ યંગ
ભારત સામેની પહેલી વનડેમાં વિલ યંગ નિષ્ફળ ગયો હતો, પરંતુ બીજી મેચમાં તેને 87 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટે 46 રન હતો. ક્રીઝ પર તેનો લાંબો સમય રહેવાથી ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી પણ ઉભી થઈ શકે છે.






