Home Automobile Tata Sierras Top Spec Model Price Revealed Know The Price Of Each Variant

Tata Sierra ના ટોપ-સ્પેક મોડલની કિંમત થઈ જાહેર! : કંપનીએ બધા વેરિઅન્ટ્સની કિંમતનો કર્યો ખુલાસો

Tata Sierra ના ટોપ-સ્પેક મોડલની કિંમત થઈ જાહેર!
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 06:57 AM IST

Prices for all variants of Tata Sierra: Tata એ હાલમાં જ તેની સૌથી અપેક્ષિત કાર, સીએરા લોન્ચ કરી છે. આ 5-સીટર SUV અનેક વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. કંપનીએ હવે તેના ટોપ-ઓફ-ધ-લાઇન મોડલની કિંમતો જાહેર કરી છે. Tata Sierra ની એક્સ-શોરૂમ કિંમત ₹11.49 લાખથી શરૂ થાય છે અને ₹21.29 લાખ સુધી જાય છે. જાણો Tata Sierra ના બધા વેરિઅન્ટ્સ અને તેમની કિંમતોની માહિતી.

Tata Sierra ના બધા વેરિયન્ટ્સ માટે કિંમતો

  • Tata Motors એ Sierra ના બધા વેરિયન્ટ્સ બજારમાં લોન્ચ કર્યા છે. Tata ની આ નવી કાર Smart Plus, Pure, Pure Plus, Adventure, Adventure Plus, Accomplished અને Accomplished Plus મોડલમાં લોન્ચ કરવામાં આવી છે.

  • Tata Sierra ના Smart Plus વેરિઅન્ટમાં 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિનનો વિકલ્પ મળે છે. જે MT સાથે આવે છે. આ પેટ્રોલ વેરિઅન્ટની કિંમત (એક્સ-શોરૂમ) ₹11.49 લાખ છે. અને ડીઝલ મોડલની કિંમત ₹12.99 લાખ છે.

  • Tata Sierra ના Pure વેરિઅન્ટમાં 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન MT અને DCA ટ્રાન્સમિશન સાથે આવે છે જેની કિંમત અનુક્રમે ₹12.99 લાખ અને ₹14.49 લાખ છે. અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT અને AT ટ્રાન્સમિશન સાથે આવે છે, જેની કિંમત અનુક્રમે ₹14.49 લાખ અને ₹15.99 લાખ છે.

  • Tata Sierra ના Pure Plus વેરિઅન્ટમાં 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન MT અને DCA ટ્રાન્સમિશન સાથે આવે છે જેની કિંમત અનુક્રમે ₹14.49 લાખ અને ₹15.99 લાખ છે. અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT અને AT ટ્રાન્સમિશન સાથે આવે છે, જેની કિંમત અનુક્રમે ₹15.99 લાખ અને ₹17.49 લાખ છે.

  • Tata Sierra ના Adventure વેરિઅન્ટમાં 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન MT અને DCA ટ્રાન્સમિશન સાથે આવે છે જેની કિંમત અનુક્રમે ₹15.29 લાખ અને ₹16.79 લાખ છે. અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT ટ્રાન્સમિશન સાથે આવે છે, જેની કિંમત ₹16.49 લાખ છે.

  • Tata Sierra ના Adventure Plus વેરિઅન્ટમાં 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન MT ટ્રાન્સમિશન સાથે આવે છે જેની કિંમત ₹15.99 લાખ છે. 1.5-લિટર હાઇપરિયન પેટ્રોલ એન્જિન AT ટ્રાન્સમિશન સાથે આવે છે જેની કિંમત ₹17.99 લાખ છે. અને 1.5L-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT અને AT ટ્રાન્સમિશન સાથે આવે છે, જેની કિંમત અનુક્રમે ₹17.19 લાખ અને ₹18.49 લાખ છે.

  • Tata Sierra ના Accomplished વેરિઅન્ટમાં 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન MT ટ્રાન્સમિશનની કિંમત ₹17.99 લાખ છે. 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. જેની કિંમત ₹18.99 લાખ છે. 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન AT ટ્રાન્સમિશનની કિંમત ₹19.99 લાખ છે. અને 1.5-લિટર હાઇપરિયન પેટ્રોલ એન્જિન AT ટ્રાન્સમિશન વેરિઅન્ટની કિંમત ₹19.99 લાખ છે.

  • Tata Sierra ના Accomplished Plus વેરિઅન્ટમાં 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT અને AT ટ્રાન્સમિશન સાથે આવે છે, જેની કિંમત અનુક્રમે ₹20.29 લાખ અને ₹21.29 લાખ છે. 1.5-લિટર હાઇપરિયન પેટ્રોલ એન્જિન AT ટ્રાન્સમિશન વેરિઅન્ટની કિંમત ₹20.99 લાખ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now