Home Automobile Tata Sierra Launched Know Information About Its 6 Powerful Color Options

Tata ની સૌથી વધુ રાહ જોવાતી 'Sierra' થઈ લોન્ચ! : જાણો તેના 6 દમદાર કલર ઓપ્શન સાથે કિંમત અને ક્યારથી શરૂ થશે વેચાણ

Tata ની સૌથી વધુ રાહ જોવાતી 'Sierra' થઈ લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Nov 25, 2025, 11:59 AM IST

Tata Sierra Launch Price And Features: 90 ના દાયકામાં, SUV નો અર્થ પાવર અને સ્ટાઇલ હતો, અને સીએરાએ દરેક ભારતીયને તે અનુભૂતિ આપી હતી. વર્ષો વીતી ગયા, ટેકનોલોજી બદલાઈ ગઈ, પણ હૃદયમાં ક્યાંક ને ક્યાંક, સિએરાની ચોરસ બારીઓ અને મજબૂત બોડી હજુ પણ જીવંત છે. કોઈપણ ભારતીય કંપની દ્વારા મેન્યુફેક્ચર કરેલી પ્રથમ સ્વદેશી SUV Tata Sierra, આજે ફરી એકવાર ધૂમ મચાવી રહી છે. ટાટા મોટર્સે આજે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં ટાટા સિએરાને ઓફિશિયલ રીતે લોન્ચ કરી છે.

કિંમત અને બુકિંગ

આકર્ષક લુક અને પાવરફુલ એન્જિન સાથે આ SUV ની શરૂઆતની કિંમત ₹11.49 લાખ (એક્સ-શોરૂમ) છે. કંપનીએ તેને પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરી છે, એટલે કે, ભવિષ્યમાં તેની કિંમતમાં વધારો થશે. કંપની કહે છે કે, બુકિંગ 16 ડિસેમ્બરથી શરૂ થશે અને ડિલિવરી 15 જાન્યુઆરી, 2026થી શરૂ થશે.

22 વર્ષ પછી પુનરાગમન

ટાટા સીએરા પહેલી વાર 1991 માં લોન્ચ કરવામાં આવી હતી. તે સમયે, ભારત કદાચ સિએરા માટે તૈયાર ન હતું, જે સ્ટાઇલિશ લુક, ક્રવ ગ્લોસ બોડી અને પાવરફૂલ એન્જિન સાથે આવતી હતી. 2003 સુધીમાં, તેને બંધ કરી દેવામાં આવી હતી. એવું કહેવાય છે કે, આ SUV તેના સમય કરતાં આગળ હતી. ટાટા મોટર્સના CEO શૈલેષ ચંદ્રાએ આજે ​​લોન્ચ ઇવેન્ટ દરમિયાન જણાવ્યું હતું કે હવે, ભારત ટાટા સીએરા માટે તૈયાર છે. આ ફક્ત એક SUV નથી, તે એક લીજેન્ડનું પુનરાગમન છે, જે આધુનિક ટેકનોલોજી સાથે બજારમાં ફરી પ્રવેશ કરી રહી છે." જાણો નવી ટાટા સીએરાની સંપૂર્ણ માહિતી.

લુક અને ડિઝાઇન

ટાટા સીએરાની ડિઝાઇન પહેલા કરતાં વધુ આકર્ષક અને ફ્યૂચરિસ્ટિક છે. આગળના ભાગમાં ફુલ-પહોળાઈવાળી LED લાઇટ બાર, મસ્ક્યુલર બોડી લાઇન્સ, ફ્લશ ડોર હેન્ડલ્સ અને પ્રીમિયમ ડિઝાઇન એલિમેંટ્સ તેને તેના સેગમેન્ટમાં સૌથી ખાસ SUV બનાવે છે. આ SUV આરામ, સ્પેસ અને મોર્ડન ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન છે. ટાટા સીએરાની પાછળની પ્રોફાઇલ તેને યોગ્ય SUV ડિઝાઇન આપે છે. તેના પાછળના ભાગમાં એન્ડ-ટુ-એન્ડ કનેક્ટેડ LED ટેલલેમ્પ્સ અને 'SIERRA' બેજિંગ છે, જે SUV ને આધુનિક અને પ્રીમિયમ દેખાવ આપે છે. કંપનીનો દાવો છે કે, આ SUV કેબિનની સાથે ખૂબ બૂટ સ્પેસ આપે છે. તે 622 લિટરની લગેજ સ્પેસ સાથે આવે છે.

ઇન્ટિરિયર

ટાટાની અન્ય કોઈપણ કાર કરતાં તેનું ઇન્ટિરિયર અલગ લાગે છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ પ્રોડક્શન ઓફિસર મોહન સાવરકરે જણાવ્યું હતું કે, "નવી સીએરાને કેબિન સ્પેસ માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવી છે. આ SUV કમાન્ડ સીટિંગ પોઝિશન સાથે આવે છે. મિડ-સાઇઝની SUV માં જમીનથી ડ્રાઇવરનો દૃષ્ટિબિંદુ 1305mm છે, જ્યારે સીએરાની ઊંચાઈ 1344 mm છે." સાવરકર આગળ સમજાવે છે, "સિએરાની બીજી રોની જગ્યા લક્ઝરી SUV મોડલો કરતાં પણ સારી છે. તે બૂટ સ્પેસ સાથે સમાધાન કર્યા વિના આગળ અને પાછળની સીટો વચ્ચે 316mm ગેંગવે સ્પેસ આપે છે. આનાથી પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિને પગ માટે પૂરતી જગ્યા મળે છે." ટાટા સીએરાના કેબિનમાં ટ્રિપલ-સ્ક્રીન સેટઅપ છે, જેમાં એક ડ્રાઇવર માટે, બીજી ઇન્ફોટેનમેન્ટ માટે અને ત્રીજી પેસેન્જર સ્ક્રીન માટે છે. લેયર્ડ ડેશબોર્ડમાં બ્લેક ટ્રીમ અને ક્રોમ-ફિનિશ્ડ એસી વેન્ટ્સ છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે. બ્લેક-એન્ડ-વ્હાઇટ કલર થીમ તેની પ્રીમિયમ લુકમાં વધારો કરે છે. 4-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, ગિયર લીવર અને ક્લાઇમેટ કંટ્રોલ પેનલ અન્ય ટાટા મોડેલ્સમાંથી લેવામાં આવ્યા છે.

કયા કલર ઓપ્શન મળશે?

ટાટા સિએરા 2025 ને 6 દમદાર કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે. - Bengal Rouge, Coorg Clouds, Munnar Mist, Pristine White, Pure Grey અને Andaman Adventure.

એન્જિન અને પ્રદર્શન

ટાટા સીએરા 6 પાવરટ્રેન વિકલ્પોમાં ઓફર કરવામાં આવે છે, જેમાં 3 એન્જિનનો સમાવેશ થાય છે: 1.5-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ ડાયરેક્ટ ઇન્જેક્શન (TGDi) હાઇપરિયન એન્જિન, 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ રેવોટ્રોન એન્જિન અને 1.5-લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ સાયરોજેટ એન્જિન. 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 160ps અને 255Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન 104ps અને 145Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. 1.5-લિટર ટર્બોચાર્જ્ડ સાયરોજેટ ડીઝલ એન્જિન 118ps અને 200Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.

ફીચર્સ

ટાટા સીએરાનું કેબિન, તેના એક્સટીરિયરની જેમ, ફીચર્સથી ભરપૂર છે અને તેમાં આધુનિક ટેકનોલોજીની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. તેમાં 10.25-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, 12.3-ઇંચની મોટી સેન્ટ્રલ ટચસ્ક્રીન અને વાયરલેસ હેડફોન સાથે 12.3-ઇંચની પેસેન્જર સ્ક્રીન છે. સિએરામાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ, હેડ-અપ ડિસ્પ્લે, 12-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ અને ડોલ્બી એટમોસ સરાઉન્ડ સાઉન્ડ ટેકનોલોજી સાથે ડેશબોર્ડ-માઉન્ટેડ સાઉન્ડબાર છે. કેબિનને પ્રીમિયમ ફીલ આપવા માટે એમ્બિયન્ટ લાઇટ્સ, ડ્યુઅલ-ઝોન એસી, વાયરલેસ ફોન ચાર્જિંગ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને પાવર્ડ ડ્રાઇવર સીટ એડજસ્ટમેન્ટનો સમાવેશ થાય છે.

સેફટી

ટાટા સીએરામાં 6 એરબેગ્સ, ISOFIX સીટ એન્કર, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક્સ સાથે સ્ટાન્ડર્ડ આવે છે. તેમાં અદ્યતન અને પ્રીમિયમ સલામતી ટેકનોલોજી પણ છે, જેમાં 360-ડિગ્રી કેમેરા સેટઅપ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, EBD સાથે ABS, હિલ-હોલ્ડ અને 22 ફીચર્સ સાથે લેવલ 2+ ADAS સ્યુટનો સમાવેશ થાય છે. ઇન્ડિયા NCAP દ્વારા ક્રેશ-ટેસ્ટ કરાયેલા તમામ નવ ટાટા મોડલ્સની જેમ, નવી સીએરાને સંપૂર્ણ 5-સ્ટાર રેટિંગ પ્રાપ્ત થવાની અપેક્ષા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?: જાણો EMI, માઇલેજ એન દમદાર ફીચર્સ વિશેની માહિતી

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!: માત્ર ₹5,100 ના હપ્તા પર મળી શકે છે, ક્લાસિક 350, જાણો બાઇકની કિંમત અને લોન વિષેની માહિતી

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!