Home Automobile Tata Sierra Launch Mahindra Xev9s Electric Suv November 2025

આવનારા 3 દિવસમાં લૉન્ચ થશે 2 ધમાકેદાર SUV : સિએરા અને XEV 9Sની કિંમતથી લઈને ફીચર્સ સુધી, જાણો તમામ વિગતો

આવનારા 3 દિવસમાં લૉન્ચ થશે 2 ધમાકેદાર SUV
Published by: OBS Bureau
Last Updated: Nov 24, 2025, 04:23 PM IST

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં SUV માટેનો ક્રેઝ સતત વધી રહ્યો છે. લોકોની પસંદગી હવે પરંપરાગત કારથી વધુ SUV તરફ વળી રહી છે. આ જ સમયે બજારમાં બે સૌથી અપેક્ષિત SUV પ્રવેશવા માટે તૈયાર છે—ટાટા સીએરા અને મહિન્દ્રા XEV 9S.

ટાટા સીએરા 25 નવેમ્બરે લોન્ચ થશે, જ્યારે મહિન્દ્રા XEV 9S 27 નવેમ્બરે ભારતીય બજારમાં પ્રવેશ કરશે.


ટાટા સીએરા: ત્રણ પાવરટ્રેન વિકલ્પો સાથે આવશે

ટાટા સીએરા પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક—ત્રણેય વિકલ્પોમાં લોન્ચ થવાની ધારણા છે.

પેટ્રોલ વેરિઅન્ટ

  • 1.5-લિટર TGDi ટર્બોચાર્જ્ડ એન્જિન

  • પાવર: 168–170 bhp

  • ટોર્ક: 280 Nm

  • મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પ

ડીઝલ વેરિઅન્ટ

  • 2.0-લિતર Cryotec ડીઝલ એન્જિન

  • પાવર: 168 bhp

  • ટોર્ક: 350 Nm

  • મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન

EV વેરિઅન્ટ

  • સિંગલ અને ડ્યુઅલ-મોટર વિકલ્પ

  • એક જ ચાર્જ પર 450–550 કિમી રેન્જ

ટાટા સીએરાની કિંમત ₹12.50 લાખથી ₹18.05 લાખ વચ્ચે હોવાની શક્યતા છે.


મહિન્દ્રા XEV 9S: 7-સીટર પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV

મહિન્દ્રા 5-સીટર ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પહેલેથી સફળ થઈ ચૂક્યું છે અને હવે કંપની 7-સીટર ઇલેક્ટ્રિક SUV લઈને આવી રહી છે.

બેટરી અને રેન્જ

  • બે બેટરી પેક વિકલ્પ: 59 kWh અને 79 kWh

  • રિયર-વ્હીલ-ડ્રાઇવ સેટઅપ

  • અપેક્ષિત રેન્જ: 500 કિમી સુધી

મહિન્દ્રા XEV 9S ની કિંમત ₹35 લાખથી ₹40 લાખ વચ્ચે હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now