Home Automobile Tata Punchs New Record 6 Lakh Cars Produced In 4 Years

TATA PUNCHનો નવો રેકોર્ડ : 4 વર્ષમાં 6 લાખ કાર બનાવી

TATA PUNCHનો નવો રેકોર્ડ
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2025, 07:37 AM IST

TATA MOTORSની લોકપ્રિય માઇક્રો SUV, ટાટા પંચે ભારતીય ઓટો માર્કેટમાં મોટી સફળતા હાંસલ કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે પંચે માત્ર ચાર વર્ષમાં 6 લાખ યુનિટના ઉત્પાદનનો મહત્વનો આંકડો પાર કર્યો છે. આ કાર ઓક્ટોબર 2021માં લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી સતત ગ્રાહકોની પસંદગી બની રહી છે.

2024માં સૌથી વધુ વેચાતી SUV

ટાટા પંચને 2024માં ભારતની સૌથી વધુ વેચાતી SUV તરીકે પણ માન્યતા મળી છે. વેચાણના આંકડાઓ દર્શાવે છે કે માઇક્રો SUV સેગમેન્ટમાં તેનું શાસન યથાવત છે. TATA MOTORSના જણાવ્યા અનુસાર, આ સફળતા ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે.

કંપની અધિકારીનું નિવેદન

TATA MOTORSના પેસેન્જર ઇલેક્ટ્રિક વ્હીકલ વિભાગના ચીફ કોમર્શિયલ ઓફિસર વિવેક શ્રીવત્સે જણાવ્યું કે, “પંચ નવા ભારતની આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. 6 લાખનું ઉત્પાદન ફક્ત સંખ્યા નથી, પરંતુ દેશભરના લાખો ગ્રાહકોના વિશ્વાસની પુષ્ટિ છે.”

ફીચર્સ અને સુવિધાઓ

ટાટા પંચમાં કંપનીએ અનેક આકર્ષક અને આધુનિક ફીચર્સ આપી છે જેમાં LED DRL, પ્રોજેક્ટર હેડલાઇટ, 90 ડિગ્રી ઓપનિંગ ડોર, 16 ઇંચ એલોય વ્હીલ્સ, સિંગલ પેન સનરૂફ, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, Android Auto અને Apple CarPlay સહિતની સુવિધાઓ છે.

સેફ્ટી ફીચર્સ પણ મજબૂત

આ SUVમાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં ડ્યુઅલ એરબેગ, ABS, EBD, ESP, ઓટો હોલ્ડ, ISOFIX ચાઇલ્ડ એન્કરેજ, રીઅર પાર્કિંગ સેન્સર, સ્પીડ એલર્ટ અને સીટ બેલ્ટ રિમાઇન્ડર જેવા મહત્વપૂર્ણ સેફ્ટી ફીચર્સ સામેલ છે.

કિંમત કેટલીછે?

ટાટા પંચની એક્સ-શોરૂમ કિંમતો ₹6 લાખથી શરૂ થાય છે અને ટોપ વેરિઅન્ટ માટે ₹10.31 લાખ સુધી જાય છે. તેના ડિઝાઇન, ફીચર્સ અને સુરક્ષાના કારણે, આ કાર નવી જનરેશન માટે એક આકર્ષક પસંદગી બની રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now