Home Automobile Tata Punch Most Selling Suv 1 Lakh Rupees Down Payment Powertrain Mileage Features

એક લાખ રૂપિયામાં ખરીદી શક્શો : સૌથી મજબૂતમાની આ કાર

એક લાખ રૂપિયામાં ખરીદી શક્શો
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2025, 06:52 AM IST

લોકો ઓછા બજેટની કાર શોધતા હોય છે જે સેફ હોય અને સાથે સારા ફીચર્સ પણ આપે. જો તમે પણ ઓછા બજેટની એસયુવી શોધી રહ્યા છો જે સલામત હોવાની સાથે સાથે સારી સુવિધાઓ પણ ધરાવે છે, તો ટાટા પંચ તમારા માટે શ્રેષ્ઠ ઓપ્શન હોઈ શકે છે. તમારી માહિતી માટે તમે ટાટા પંચને માત્ર 6 લાખ 20 હજાર રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકો છો. જો કે, હાલમાં તમારે તેને ખરીદવા માટે બજેટમાં થોડો વધારો કરવો પડશે કારણ કે વેરિએન્ટના આધારે તેની કિંમતમાં 17 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ટાટા પંચની કેટલી આવે છે EMI?

જો તમે દિલ્લીમાં ટાટા પંચનું પ્યોર વેરિઅન્ટ ખરીદો છો, તો તમારે 6 લાખ 20 હજાર રૂપિયા એક્સ-શોરૂમ ચૂકવવા પડશે. રોડ ટેક્સ અને વીમા બાદ ટાટા પંચની કિંમત 7,23,760 રૂપિયા છે. જો તમે એકસાથે પૈસા ચૂકવ્યા વગર હપ્તામાં આ કાર ખરીદવા માંગતા હોવ તો પણ કાર ખરીદવાનું તમારું સપનું પૂરું થશે. ચાલો જાણીએ દિલ્લીમાં EMI અને વ્યાજ પછી તમને આ કાર કેટલાંમાં મળશે.

જો તમે 1 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ટાટા પંચના આ વેરિઅન્ટને ખરીદો છો તો તમારે 6,23,760 રૂપિયાની કાર લોન લેવી પડશે. 10% વ્યાજ દર સાથે, તમને આ લોન 5 વર્ષ માટે મળશે. તમારે 13,253 રૂપિયાની EMI ચુકવીને 60 મહિનામાં આ લોન ચૂકવી શકશો. વ્યાજની વાત કરીએ તો 5 વર્ષના EMI અને અને 1 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ બાદ કુલ 60 હપ્તામાં 1,71,423 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now