Home Automobile Tata Motors To Launch Around 30 New Models In Two Years

Tata Motors માત્ર બે વર્ષમાં 30 જેટલા નવા મોડલ લોન્ચ કરશે : જાણો ક્યાં સેગમેન્ટમાં કઈ કાર આવશે

Tata Motors માત્ર બે વર્ષમાં 30 જેટલા નવા મોડલ લોન્ચ કરશે
Published by: OBS Bureau
Last Updated: Oct 18, 2025, 10:43 AM IST

Tata Motors To Launch Around 30 New Models In Two Years: Tata Motors એ હાલમાં જાહેરાત કરી હતી કે, તે આગામી બે વર્ષમાં આશરે 30 નવા મોડલ લોન્ચ કરશે. આ મોડલોમાં નવા વાહનો, ફેસલિફ્ટ વર્ઝન અને અપડેટેડ એડિશનનો સમાવેશ થશે. આ મોટી લોન્ચ યોજનાનો ઉદ્દેશ્ય દરેક સેગમેન્ટમાં, ખાસ કરીને SUV અને ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં તેની પકડ વધુ મજબૂત કરવાનો છે.

7 નવી SUVs અને EVs

Tata Motors ની લોન્ચ લાઇનઅપમાં 7 નવી SUVs અને ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થશે. આમાં સૌથી લોકપ્રિય નામો Tata Sierra, Avinya Electric Range અને નવી કોમ્પેક્ટ SUV Tata Scarlett હશે. Tata Sierra નું પુનરાગમન ભારતીય ગ્રાહકો માટે ભાવનાત્મક અને યાદગાર ક્ષણ સાબિત થશે, કારણ કે, 90 ના દાયકામાં આ SUV ભારતીય રસ્તાઓનું ગૌરવ હતી. તે જ સમયે, Avinya EV સીરિઝ ટાટાના ઇલેક્ટ્રિક ફ્યુચરની ઝલક આપશે, જેમાં હાઇ-રેન્જ, લક્ઝરી ઇટીરિયર અને ફ્યુચરિસ્ટિક ડિઝાઇનનું ઉત્તમ સંયોજન જોવા મળશે.

નવી Tata Nexon 2026

Tata Motors તરફથી આગામી મોટી લોન્ચ નવી Tata Nexon 2026 હશે, જે કંપની અપડેટેડ X1 પ્લેટફોર્મ પર બનાવમાં આવી રહી છે. આ પ્લેટફોર્મ Nexon ને વધુ સારી રાઈડ ક્વાલિટી, હેન્ડલિંગ અને સ્ટેબિલિટી આપશે. નવા Nexon માં એકદમ નવી એરોડાયનેમિક ડિઝાઇન, પ્રીમિયમ મટિરિયલ્સ સાથેનું કેબિન અને મોટી ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન હોવાની અપેક્ષા છે. આ સાથે, લેવલ-2 ADAS ફીચર જેમ કે લેન કીપ આસિસ્ટ, ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ અને ટ્રાફિક સાઇન રેકગ્નિશન પણ SUV માં સામેલ કરવામાં આવશે.

Tata Punch Facelift

Tata ની મીની SUV Tata Punch માં પણ ટૂંક સમયમાં એક મોટું અપડેટ આવવાનું છે. પરીક્ષણ દરમિયાન તેના ફેસલિફ્ટ મોડલની ઘણી ઝલક સામે આવી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, તેની ડિઝાઇન અને ફીચરમાં મોટા ફેરફારો થવાના છે. નવી Punch Facelift માં આકર્ષક LED હેડલાઇટ્સ, નવી ફ્રન્ટ ગ્રિલ અને અપગ્રેડેડ ઇન્ટિરિયર ડિઝાઇન હશે. તેમાં એક મોટું ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે અને કનેક્ટેડ ડ્રાઇવિંગ ઇન્ટરફેસ પણ સામેલ હશે.

Tata Scarlett SUV

Tata Motors ની બીજી એક મોટી SUV Tata Scarlett હશે, જેને કંપનીની આગામી કોમ્પેક્ટ SUV તરીકે રજૂ કરવામાં આવશે. શરૂઆતના અહેવાલો અનુસાર, તેની ડિઝાઇન Tata Sierra થી પ્રેરિત હશે. Scarlett SUV બોક્સી અને બોલ્ડ લુક અને વધુ કેબિન સ્પેસ સાથે ડિઝાઇન કરવામાં આવશે. આ SUV પેટ્રોલ અને EV બંને વર્ઝનમાં આવશે, જે તેને હાઇ-વોલ્યુમ SUV સેગમેન્ટમાં મજબૂત સ્થાન મેળવવામાં મદદ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now