Home Automobile Tata Harrier Ev Awd Or Rwd Know Which Variant Is More Powerful And Value For Mone

ટાટા હેરિયર EV AWD કે RWD? : જાણો કયું વેરિઅન્ટ ખરીદવું સારું...

ટાટા હેરિયર EV AWD કે RWD?
Published by: OBS Bureau
Last Updated: Jun 28, 2025, 01:33 PM IST

ટાટ મોટર્સએ તાજેતરમાં જ તેની હેરિયર ઇલેક્ટ્રિક SUV નું AWD (ઓલ-વ્હીલ ડ્રાઇવ) વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 28.9 લાખ છે. આ કિંમત તેના RWD (રીઅર-વ્હીલ ડ્રાઇવ) ટોપ-સ્પેક વેરિઅન્ટ કરતાં લગભગ 1.5 લાખ વધુ છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ વધારાની કિંમત આપીને મળતા ફીચર્સ અને પર્ફોર્મન્સના સંદર્ભમાં વાજબી છે?
પરફોર્મસમાં કેટલો તફાવત છે?
ટાટા હેરિયર EV નું AWD વેરિઅન્ટ પ્રદર્શનની દ્રષ્ટિએ RWD વેરિઅન્ટ કરતા ઘણું આગળ છે. જ્યારે RWD 238 bhp પાવર અને લગભગ 400 Nm ટોર્ક જનરેટ કરે છે, ત્યારે AWD વેરિઅન્ટ 313 bhp પાવર અને 504 Nm ટોર્ક જનરેટ કરે છે. AWD માત્ર 6.3 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ગતિ મેળવે છે, જ્યારે RWD લગભગ 8 સેકન્ડ લે છે. એટલું જ નહીં બંનેમાં 75 kWh બેટરી પેક છે, પરંતુ AWDનું પાવર આઉટપુટ જોરદાર છે.
ઑફ-રોડિંગમાં કેવું છે AWD ?
AWD વેરિઅન્ટની સૌથી મોટી તાકાત તેનું ડ્યુઅલ મોટર સેટઅપ અને ઓલ-વ્હીલ ડ્રાઇવ ટ્રેક્શન છે. જેનો અર્થ એ છે કે આ SUV ખરાબ રસ્તાઓ, કાદવ, બરફ અથવા ડુંગરાળ પ્રદેશ પર સરળતાથી ચાલી શકે છે. બીજી બાજુ RWD ફક્ત પાછળના વ્હીલ્સને જ પાવર આપે છે, જેના કારણે તે હાઇવે ડ્રાઇવિંગમાં સારી રીતે કામ કરે છે, પરંતુ ઑફ-રોડિંગમાં થોડી મર્યાદિત બની જાય છે.
વધારાનું શું ઓપ્શન મળી રહ્યું છે?
AWD વેરિઅન્ટ RWD કરતાં 1.5 લાખ રૂપિયા વધુ મોંઘુ મોડલ છે, પરંતુ બદલામાં તમને મળતા વધારાના ફાયદા તેને મૂલ્યવાન બનાવે છે. તમને ડ્યુઅલ મોટર સેટઅપ, સારી ઑફ-રોડિંગ ક્ષમતાઓ, વધુ ટ્રેક્શન અને રેસિંગ જેવી સુવિધા મળશે. જો તમને પરફોર્મન્સ-ઓરિએન્ટેડ અને ગમે ત્યાં જઈ શકાય તેવી EV SUV જોઈતી હોય, તો આ વેરિઅન્ટ તમારા માટે ખુબ સારું રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now