Tata Motors : જો તમે આ એપ્રિલ મહિનામાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ટાટા મોટર્સ તમારા માટે શાનદાર ઓફર્સ લઈને આવ્યું છે. કંપનીએ તેના પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક વાહનો પર ₹3.45 લાખ સુધીના જંગી ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ ઓફર્સમાં નવા 2026 ના સ્ટોક સાથે ગત વર્ષના સ્ટોક પર પણ વિશેષ ફાયદા આપવામાં આવી રહ્યા છે.
ડિસ્કાઉન્ટની વિગતો
ટાટા હાલમાં ભારતીય માર્કેટમાં વાહનોની વિશાળ રેન્જ ધરાવે છે. એપ્રિલ મહિનાની આ સ્કીમમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ જેવા ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. જોકે, આ ઓફર્સ તમારા શહેર અને તમે કયું વેરિઅન્ટ પસંદ કરો છો તેના પર આધારિત હોઈ શકે છે.
નાની કાર પર ઓફર
ટાટાની લોકપ્રિય હેચબેક Tiago અને સેડાન કાર Tigor પર કુલ ₹25,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમાં ₹15,000 રોકડ અને ₹10,000 એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રીમિયમ હેચબેક Altroz ના ફેસલિફ્ટ મોડલ પર ₹30,000 સુધીની બચત થઈ શકે છે.
SUV સેગમેન્ટમાં ફાયદો
SUV પ્રેમીઓ માટે Nexon પર ₹25,000 અને નવી લોન્ચ થયેલી Curvv ના પેટ્રોલ-ડીઝલ મોડલ પર ₹50,000 સુધીની છૂટ છે. હેરિયર અને સફારી જેવી પ્રીમિયમ SUV પર ₹35,000 સુધીના લાભ મળી રહ્યા છે. નોંધનીય છે કે, પંચ અને સીએરાના ફેસલિફ્ટ મોડલ પર હાલમાં કોઈ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ નથી.
EV પર મોટી બચત
ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓ માટે આ સૌથી શ્રેષ્ઠ સમય છે. Curvv EV પર સૌથી વધુ ₹3.45 લાખ સુધીની છૂટ મળી રહી છે. પંચ EV ના જૂના સ્ટોક પર ₹1.55 લાખ અને ટિયાગો EV પર ₹1.35 લાખ સુધીની બચત થઈ શકે છે. નેક્સન EV પર પણ ₹50,000 નું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે.
હેરિયર EV ની ખાસ ઓફર
હેરિયર EV ખરીદનારા ગ્રાહકોને ₹1 લાખનું લોયલ્ટી ડિસ્કાઉન્ટ અને ₹50,000 નું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. આમ, આ પાવરફુલ ઇલેક્ટ્રિક SUV પર ગ્રાહકો સીધા દોઢ લાખ રૂપિયાની બચત કરી શકશે.





