Home Gujarat Tapi Ukai Dam Solar Project Opposition Clashes Between People And Police

તાપીમાં ઉકાઈ ડેમના સોલર પ્રોજેક્ટનો વિરોધ : લોકોના ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, 2 પોલીસ કર્મી ઘાયલ

તાપીમાં ઉકાઈ ડેમના સોલર પ્રોજેક્ટનો વિરોધ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 10:24 AM IST

તાપીના સોનગઢમાં આવેલા ગોલણ ગામમાં ઉકાઈ ડેમમાં 1500 મેગાવોટના સોલર પ્રોજેક્ટ માટે સર્વે અને માપણી કરવા ગયેલી સરકારી ટીમ મામલે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જેના પરિણામે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતા વિફરેલા લોક ટોળાએ પથ્થર મારો કરતા બે પોલીસ કર્મી ઘાયલ થયા છે.

પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

તાપીમાં ઉકાઈ જૂની કોઇ લીવેલ અને સાતકાશી વચ્ચે ઉકાઈ ડેમના 1500 મેગાવોટ સોલર પ્રોજેક્ટનો વિરોધ કરતા લોકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આશરે ચારસોથી વધુ લોક ટોળાને સમજાવટ કરવા છતાં કલાકો સુધી ત્યાંથી ન હટતા પોલીસે ટીયર ગેસના સેલ છોડી હળવો બળ પ્રયોગ કર્યો હતો. બેકાબૂ બનેલા લોક ટોળાએ પથ્થર મારો કરતા બે પોલીસ કર્મી ઘાયલ થયા હતા.

બે પોલીસકર્મી ઘાયલ

ટોળા પાસે પથ્થર, લાકડાં અને દાતરડાં જેવાં હથિયારો પણ હતાં જેના પગલે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જં કર્યો હતો તેમજ અંદાજે 12 જેટલા ટીયર ગેસના સેલ છોડવા હતા. આ ઘટનામાં PI આઈ.ડી. દેસાઈ અને PSI પી એમ ચૌધરી ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે

પોલીસે કાર્યવાહી હાથધરી

ઉકાઈ ડેમમાં 1500 મેગાવોટના સોલર પ્રોજેક્ટ મામલે ઉગ્ર વિરોધ થતાં સર્વે માટે કરેલા અધિકારીઓ ખાલી હાથ પરત ફર્યા હતા તેમજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી બંધ કરી દીધી તેમજ પોલીસે આ ગંભીર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now