Home International Tamil Nadu Election Aiadmk Bjp Alliance Announced

તમિલનાડુમાં રાજકીય ઉથલપાથલ : અમિત શાહે AIADMK અને BJP ગઠબંધનની જાહેરાત કરી

તમિલનાડુમાં રાજકીય ઉથલપાથલ
Published by: OBS Bureau
Last Updated: Apr 11, 2025, 12:15 PM IST

AIADMK, ભાજપ અને સહયોગી પક્ષો સાથે મળીને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડશે. અમિત શાહે ચેન્નાઈમાં ગઠબંધનની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે મોદી અને ઈડાપ્પડીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે. AIADMK અને BJP અને અન્ય સાથી પક્ષો સાથે મળીને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડશે. આ જોડાણની આજે જાહેરાત કરવામાં આવી છે.

આ ગઠબંધનની જાહેરાત આજે ચેન્નાઈમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ ચૂંટણી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સ્તરે ખડપ્પડીના નેતૃત્વમાં લડવામાં આવશે. અમિત શાહે વધુમાં કહ્યું કે, AIADMK NDA ગઠબંધનનો એક ભાગ છે, મોદીજી અને મહાન જયલલિતાએ સાથે મળીને કામ કર્યું છે.

મને આશા છે કે તમિલનાડુમાં ફરી એકવાર NDAની સરકાર બનશે. અમે ઈપીએસના નેતૃત્વમાં તમિલનાડુની ચૂંટણી લડીશું. આ ગઠબંધનનું નેતૃત્વ એડપ્પડી પલાનીસ્વામી કરી રહ્યા છે. હું AIADMKની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો નથી. AIADMK-BJP ગઠબંધન સ્વાભાવિક છે. બેઠકોની સંખ્યા અંગે પછીથી ચર્ચા કરવામાં આવશે. આ ગઠબંધન બંને પક્ષો માટે ફાયદાકારક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,