Home International Taiwan Ministry Of National Defense Detected Chinese Aircraft

ચીને તાઇવાનમાં કરી ઘૂસણખોરી! : ''અમે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પગલા લીધા''

ચીને તાઇવાનમાં કરી ઘૂસણખોરી!
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 04:57 AM IST

Taiwan and China Tension:તાઇવાનમાં ચીની વિમાનો અને જહાજો મળી આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરી અને લખ્યું કે 'શુક્રવારે સવારે 6 વાગ્યે PLA વિમાન અને 9 PLAN જહાજો જોવા મળ્યા હતા.' વધુમાં કહેવામાં આવ્યું કે 'જેમાંથી એક તાઇવાનના ઉત્તરીય ADIZ પહોંચ્યું. તાઇવાન હવે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તાઇવાન હવે સુરક્ષા પ્રત્યે વધુ સતર્ક બન્યું છે.
મંત્રાલય નજર રાખી રહ્યું છે?
એક દિવસ પહેલા ચીને તાઇવાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારથી તાઇવાન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આજે 1 વિમાન અને 9 જહાજો જોવા મળ્યા છે. જ્યારે ગઈકાલે પણ ચીનના 7 PLAN જહાજો અને 12 વિમાનો જોવા મળ્યા હતા. જોકે, આજે ચીન તાઇવાનના ઉત્તરીય ADIZમાં ઘૂસણખોરી કરી હતી. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ''ત્યારથી તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. અમે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના પગલાં પણ લીધા છે''.
ચીનનો તાઈવાનમાં પ્રવેશવાનો પ્રયાસ!
આ પહેલા 9 જુલાઈના રોજ, તાઈવાનમાં પણ ચીની ઘૂસણખોરીની જાણ કરવામાં આવી હતી. ચીન છેલ્લા 3 દિવસથી સતત તાઈવાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું છે. 9 જુલાઈના રોજ સવારે 6 વાગ્યે, ચીન (UTC+8)એ પણ તાઈવાન નજીકના વિસ્તારોમાં 31 ફ્લાઇટ્સ જોવાની જાણ કરી હતી. જેમાંથી 24 ફ્લાઇટ્સ તાઈવાનની સરહદ પાર કરી હતી, જે ઉત્તર, મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ પ્રદેશોની અંદર પહોંચી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર