Home International Taiwan Developing T Dome Defense System Against China Iron Dome Comparison

ચીનના ડરથી તાઈવાન બનાવી રહ્યું છે ખતરનાક ટી ડોમ : ઈઝરાયેલના આયર્ન ડોમ કરતા પણ હશે વધારે શક્તિશાળી

ચીનના ડરથી તાઈવાન બનાવી રહ્યું છે ખતરનાક ટી ડોમ
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 06:00 PM IST

ચીન તરફથી સતત મળી રહેલી યુદ્ધની ધમકીઓ વચ્ચે તાઈવાને પોતાની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ તેએ દેશના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ટી ડોમની સત્તાવાર જાહેરાત કરી છે. આ સુરક્ષા કવચને ઈઝરાયેલના પ્રખ્યાત આયર્ન ડોમ સાથે સરખાવવામાં આવી રહ્યું છે. જોકે સંરક્ષણ નિષ્ણાતોના મતે તાઈવાનનું આ કવચ ઈઝરાયેલ કરતા પણ અનેકગણું ઘાતક અને શક્તિશાળી હશે કારણ કે તેણે ચીનની વિશાળ સેનાનો સામનો કરવાનો છે.

ચીનના ખતરાને પહોંચી વળવા જંગી બજેટ તાઈવાન સરકાર દ્વારા આગામી વર્ષોમાં સંરક્ષણ બજેટમાં વધારાના 40 અબજ ડોલર ઉમેરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ બજેટમાં ટી ડોમ વિકસાવવાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ ચીનના વધતા જતા આક્રમક વલણને જોતા આ પ્રોજેક્ટમાં ઝડપ લાવવાનું વચન આપ્યું છે. 10 ઓક્ટોબરે કરવામાં આવેલી આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય ચીની લડાકુ વિમાનો અને મિસાઈલો સામે લોકશાહી દેશને સુરક્ષિત કરવાનો છે.

આયર્ન ડોમ અને ટી ડોમ વચ્ચેનો તફાવત ભલે આ સિસ્ટમની તુલના ઈઝરાયેલની આયર્ન ડોમ સાથે થતી હોય પરંતુ તાઈપેના સુરક્ષા વિશ્લેષક જે માઈકલ કોલના જણાવ્યા મુજબ બંનેમાં મોટો ફરક છે. ઈઝરાયેલનું આયર્ન ડોમ મુખ્યત્વે ઓછી દૂરીના રોકેટ હુમલાને રોકવા માટે ડિઝાઈન કરાયું છે. જ્યારે તાઈવાનનું ટી ડોમ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના ફાઈટર જેટ્સ તેમજ બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો અને ડ્રોન સહિતના મોટા અને વ્યાપક ખતરાઓનો એકસાથે સામનો કરવા માટે સક્ષમ હશે.

2027 સુધીમાં તૈયાર થવું મુશ્કેલ ચીન હંમેશા તાઈવાનને પોતાનો હિસ્સો ગણાવે છે અને બળજબરીથી તેના પર કબજો કરવાની ધમકીઓ આપતું રહે છે. આ સ્થિતિમાં તાઈવાન પોતાની રક્ષા માટે આ ખતરનાક ડોમ તૈયાર કરી રહ્યું છે. જોકે આ સંપૂર્ણ સિસ્ટમ અત્યંત જટિલ હોવાથી તેને કાર્યરત થવામાં સમય લાગી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ 2027 પહેલા આ સિસ્ટમ સંપૂર્ણ રીતે શરૂ થવી લગભગ અશક્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now