T20 World Cup: શું યશસ્વી જયસ્વાલનું કરિયર 'વિકેટકીપર કોમ્બિનેશન' ના કારણે થશે અંત? જાણો ટીમ સિલેક્શનના અંદરના સમીકરણો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ ટીમમાં સૌથી મોટો ઝટકો વાઇસ-કેપ્ટન શુભમન ગિલ અને વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલને લાગ્યો છે. જ્યાં ગિલને ખરાબ ફોર્મને કારણે બહાર કરાયો છે, ત્યાં યશસ્વી જયસ્વાલ માટે ટીમમાં જગ્યા બનાવી વધુ મુશ્કિલ છે.
વિકેટકીપરની જરૂરિયાત યશસ્વીને નડી?
ચીફ સિલેક્ટર અજીત અગરકરના નિવેદન મુજબ, ટીમ મેનેજમેન્ટને ઓપનિંગ પોઝિશન પર એવા ખેલાડીની જરૂર હતી જે વિકેટકીપિંગ પણ કરી શકે. આ જ કારણ છે કે, સંજુ સેમસનને ઓપનર તરીકે પ્રમોટ કરાયો અને બેકઅપ તરીકે ઈશાન કિશનની એન્ટ્રી થઈ. જો યશસ્વી બેટિંગની સાથે કીપિંગ કરી શકતો હોત, તો કદાચ તેનું સ્થાન નિશ્ચિત હોત. પરંતુ ટીમ કોમ્બિનેશનમાં 2 વિકેટકીપરોને સમાવવા માટે યશસ્વીને સ્ક્વોડમાંથી બહાર રહેવું પડ્યું.
અભિષેક શર્માનું 'ઓલરાઉન્ડ' ફેક્ટર
યશસ્વીની બાદબાકીનું સૌથી મોટું કારણ પંજાબનો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા છે.
સ્ટ્રાઈક રેટ: અભિષેકનો 188+ નો સ્ટ્રાઈક રેટ પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાને આક્રમક શરૂઆત અપાવે છે.
બોલિંગ: અભિષેક લેફટી સ્પિન બોલિંગ પણ કરી શકે છે, જે તેને યશસ્વી કરતા ટીમમાં વધુ ઉપયોગી બનાવે છે.
ફોર્મ: હાલના એશિયા કપમાં પાકિસ્તાન સામેની મહત્વની ઈનિંગ અને 'Player Of The Series' ના એવોર્ડે તેની જગ્યાને મક્કમ બનાવી દીધી.
ઇશાન કિશનનું કમબેક
યશસ્વીની જગ્યાએ બેકઅપ ઓપનર તરીકે ઇશાન કિશનની પસંદગી થઈ છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઝારખંડને ચેમ્પિયન બનાવનાર અને 500 થી વધુ રન ફટકારનાર ઇશાન કિશન અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેની પસંદગી પાછળનો તર્ક એ છે કે, તે ટોપ ઓર્ડરમાં બેટિંગની સાથે વિકેટકીપરની ભૂમિકા પણ ભજવી શકે છે.
આંકડા શું કહે છે?
યશસ્વીનું પ્રદર્શન ખરાબ ન હતું, પરંતુ તે 'Team Planning' માં ફિટ ન થયો:
IPL પર્ફોર્મન્સ છેલ્લી 3 સીઝનમાં 1500+ રન અને 160 નો સ્ટ્રાઈક રેટ.
SMAT: હરિયાણા સામે માત્ર 49 બોલમાં સેંચુરી.
ટીમ ઈન્ડિયા: છેલ્લી 3 મેચમાં 80 રન છતાં તેને સતત તકો મળી નહીં.
શું યશસ્વીનું T20 કરિયર પૂર્ણ?
ભલે યશસ્વી જયસ્વાલ વર્લ્ડ કપની ટીમમાં નથી, પરંતુ તેના માટે દરવાજા બંધ થયા નથી. નિષ્ણાંતોના મતે, વર્લ્ડ કપ પછી જો કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ સુધરતું નથી, તો યશસ્વી જયસવાલનું કમબેક નિશ્ચિત છે. તે સંજોગોમાં અભિષેક અને યશસ્વી ઓપનિંગ કરી શકે છે અને સેમસન નંબર-3 પર જઈ શકે છે.





















