Home Gujarat T20 World Cup Victory Celebrated In Vadodara

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી : ટ્રોફી રેપ્લિકા સાથે રસ્તાઓ પર ઉમટ્યા ક્રિકેટપ્રેમીઓ!

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 05:22 AM IST

T20 World Cup: ટી-20 વર્લ્ડ કપમાં ભારતના ભવ્ય વિજય બાદ વડોદરામાં ઉત્સાહનું મોજુંટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના ઐતિહાસિક અને ભવ્ય વિજય બાદ સંસ્કારી નગરી વડોદરામાં ક્રિકેટપ્રેમીઓમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતની આ જીતની ખુશી વ્યક્ત કરવા માટે નગરજનો મોડી રાત સુધી રસ્તાઓ પર ઉતરી આવ્યા અને ભવ્ય ઉજવણી કરી.

તિરંગો હાથમાં લઈને દેશભક્તિના નારા લગાવ્યા

વિજયની જાહેરાત થતાં જ શહેરમાં ફટાકડાના અવાજો ગુંજી ઉઠ્યા. લોકોએ તિરંગો હાથમાં લઈને દેશભક્તિના નારા લગાવ્યા. યુવાનો અને ક્રિકેટપ્રેમીઓએ મોટરસાયકલ રેલી કાઢીને શહેરના મુખ્ય માર્ગો પર ફરતા જોવા મળ્યા. ખાસ કરીને ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. તેઓ તિરંગો લહેરાવતા "ભારત માતા કી જય" અને "વંદે માતરમ"ના નારા લગાવતા હતા.

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પ્રશંસા

ઘણા ઉત્સાહી ક્રિકેટપ્રેમીઓ વિશ્વ કપ ટ્રોફીની રેપ્લિકા સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પ્રશંસા કરતા જોવા મળ્યા. શહેરના અનેક વિસ્તારોમાં યુવાઓએ ઢોલ-નગારા વગાડીને ઉજવણી કરી. કેટલાક સ્થળોએ મીઠાઈ વહેંચીને એકબીજાને જીતની શુભેચ્છા પાઠવી. નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેકમાં દેશપ્રેમ અને ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ દેખાયો.

ઉજવણીના ફોટા અને વીડિયો વાયરલ

આ ભવ્ય વિજયને લઈને સમગ્ર વડોદરામાં તહેવાર જેવો માહોલ સર્જાયો. સોશિયલ મીડિયા પર પણ શહેરની ઉજવણીના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. નગરજનોએ જણાવ્યું કે ટીમ ઈન્ડિયાએ દેશનું ગૌરવ વધાર્યું છે અને આ જીત દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. વડોદરાવાસીઓએ આ ઐતિહાસિક વિજયને ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ખુબ જ આનંદથી ઉજવ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now