Home Sports T20 World Cup 2026 Last Chance For Gautam Gambhir Failure Will Decide Gambhirs Departure

T20 વર્લ્ડ કપ 2026 Gautam Gambhir માટે છેલ્લી તક? : શું નિષ્ફળતા ગંભીરની વિદાય નક્કી કરશે? જાણો કોણ બની શકે છે આગામી કોચ!

T20 વર્લ્ડ કપ 2026 Gautam Gambhir માટે છેલ્લી તક?
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 01:51 PM IST

Gautam Gambhir : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન મનોજ તિવારીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમના મતે, જો વર્ષ 2026 માં યોજાનાર T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહે છે, તો BCCI એ હેડ કોચ ગૌતમ ગંભીરને પદ પરથી હટાવી દેવા જોઈએ. ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં મળેલી હાર પછી ગૌતમ ગંભીરની કોચિંગ સ્ટાઇલ પર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે આ નિવેદન ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

નબળા પરિણામો અને ટીકા

ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમે T20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ વનડે (ODI) અને ટેસ્ટ ક્રિકેટમાં પરિણામો આશા મુજબ રહ્યા નથી. ખાસ કરીને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે મળેલી હાર પછી ગૌતમ ગંભીરની રણનીતિ પર વિવેચકો આંગળી ચીંધી રહ્યા છે. આ સ્થિતિમાં, ક્રિકેટ જગતમાં 'સ્પિટ કોચિંગ' (જુદા જુદા ફોર્મેટ માટે જુદા કોચ) ની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.

વર્લ્ડ કપ પછી મોટો નિર્ણય શક્ય

મનોજ તિવારીએ આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જોકે BCCI એ ગંભીરને તેના કરારના અંત સુધી સાથ આપવાની વાત કહી છે, પરંતુ જો 2026 ના વર્લ્ડ કપમાં ટીમ નિષ્ફળ જશે, તો બોર્ડે કડક નિર્ણય લેવો પડશે. તિવારીના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે પરિણામો જ અંતિમ સત્ય હોય છે અને જો ગંભીર સફળતા અપાવી શકશે નહીં, તો તેની નોકરી જોખમમાં આવી શકે છે.

VVS લક્ષ્મણ એક સારો ઓપ્શન

જો ગંભીરને હટાવવામાં આવે તો તેના સ્થાને કોણ? આ સવાલના જવાબમાં તિવારીએ વીવીએસ લક્ષ્મણનું નામ સૂચવ્યું છે. હાલમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ના વડા તરીકે કાર્યરત લક્ષ્મણે ભૂતકાળમાં રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં ઘણી વખત મુખ્ય કોચની ભૂમિકા ભજવી છે. લક્ષ્મણનો વિજયી રેકોર્ડ ખૂબ જ સારો રહ્યો છે અને તેઓ ખેલાડીઓ સાથે પણ મજબૂત તાલમેલ ધરાવે છે.

પ્રક્રિયા અને અનુભવનું મહત્વ

તિવારીએ ઉમેર્યું કે લક્ષ્મણ એક ઉચ્ચ કક્ષાના વ્યક્તિત્વ ધરાવતા અનુભવી કોચ છે. BCCI એ તેમને આ જવાબદારી સ્વીકારવા માટે મનાવવા જોઈએ. લક્ષ્મણની કાર્યપદ્ધતિ હંમેશા પ્રક્રિયા આધારિત રહી છે, જે ભારતીય ટીમને લાંબા ગાળે ફાયદો કરાવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ગૌતમ ગંભીર આગામી ટુર્નામેન્ટ્સમાં વિજય મેળવીને ટીકાકારોના મોઢા બંધ કરી શકે છે કે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now