Home Sports T20 World Cup 2026 Captains Day To Be Held In Mumbai And Colombo Know The Complete Plan

T20 વર્લ્ડ કપ 2026; મુંબઈ અને કોલંબોમાં યોજાશે 'કેપ્ટન્સ ડે'! : ટુર્નામેન્ટ પહેલા મીડિયા સામે ટકરાશે બધા કેપ્ટનો, જાણો શું છે સંપૂર્ણ પ્લાન

T20 વર્લ્ડ કપ 2026; મુંબઈ અને કોલંબોમાં યોજાશે 'કેપ્ટન્સ ડે'!
Published by: OBS Bureau
Last Updated: Feb 03, 2026, 11:28 AM IST

Grand 'Captain's Day' to be held in two cities : આગામી 7 ફેબ્રુઆરીથી ક્રિકેટનો મહાકુંભ એટલે કે, T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. ટુર્નામેન્ટની વિધિવત શરૂઆત થાય તે પહેલાં, 5 ફેબ્રુઆરીએ ICC દ્વારા ખાસ 'કેપ્ટન્સ ડે' નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે આ કાર્યક્રમની વિશેષતા એ છે કે, તે કોઈ એક દેશમાં નહીં, પરંતુ ભારત (મુંબઈ) અને શ્રીલંકા (કોલંબો) એમ બે અલગ-અલગ શહેરોમાં યોજાશે.

કાર્યક્રમનો હેતુ

કેપ્ટન્સ ડે એક મહત્વપૂર્ણ મીડિયા ઇવેન્ટ છે, જ્યાં તમામ ટીમના કેપ્ટન પત્રકારો સાથે વાતચીત કરશે અને ટુર્નામેન્ટ માટેની તેમની રણનીતિઓ અને તૈયારીઓ વિશે માહિતી આપશે.

મુંબઈમાં 12 ટીમોનો જમાવડો

ભારતની ઇકોનોમી રાજધાની મુંબઈમાં કુલ 12 દેશોના કેપ્ટન હાજર રહેશે. આ કાર્યક્રમ વાનખેડે સ્ટેડિયમ ખાતે આવેલી BCCI ઓફિસમાં યોજાશે.

સહભાગી દેશો: ભારત, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, કેનેડા, ઈટાલી, નામિબિયા, નેપાળ, સ્કોટલેન્ડ અને અમેરિકા.

સમય: મુંબઈમાં આ પ્રેસ કોન્ફરન્સ બે ભાગમાં થશે. ગ્રુપ-1 ની વાતચીત બપોરે 3:00 વાગ્યે અને ગ્રુપ-2 ની વાતચીત બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.

કોલંબોમાં 8 કેપ્ટનોની રણનીતિ

શ્રીલંકાના કોલંબો શહેરમાં પણ 5 ફેબ્રુઆરીએ સમાંતર રીતે કેપ્ટન્સ ડેની ઉજવણી થશે. અહીં 8 દેશોના સુકાનીઓ મીડિયાના સવાલોના જવાબ આપશે.

સહભાગી દેશો: શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ, ઓમાન, UAE અને ઝિમ્બાબ્વે.

સ્થળ અને સમય: કોલંબોના મર્કેન્ટાઇલ ક્રિકેટ એસોસિયેશન (MCA) ખાતે આ ઇવેન્ટ યોજાશે. જેમાં પ્રથમ ગ્રુપ બપોરે 12:00 વાગ્યે અને બીજું ગ્રુપ 12:30 વાગ્યે મીડિયા સમક્ષ આવશે.

ટુર્નામેન્ટનું માળખું (ગ્રુપ લિસ્ટ)

આ વર્ષે વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જેમને 4 મુખ્ય ગ્રુપમાં વહેંચવામાં આવી છે:

ગ્રુપ A

ગ્રુપ B

ગ્રુપ C

ગ્રુપ D

ભારત

ઓસ્ટ્રેલિયા

ઈંગ્લેન્ડ

સાઉથ આફ્રિકા

પાકિસ્તાન

શ્રીલંકા

વેસ્ટ ઈન્ડિઝ

ન્યુઝીલેન્ડ

USA

ઝિમ્બાબ્વે

ઈટાલી

અફઘાનિસ્તાન

નામિબિયા

આયલેન્ડ

સ્કોટલેન્ડ

UAE

નેધરલેન્ડ્સ

ઓમાન

નેપાળ

કેનેડા

મેચ ક્યાં રમાશે? (વેન્યુ વિગત)

આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકાના કુલ 8 સ્ટેડિયમ પર રમાશે.

ભારતના 5 સ્ટેડિયમ: અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ), દિલ્હી (અરુણ જેટલી સ્ટેડિયમ), કોલકાતા (ઈડન ગાર્ડન્સ), ચેન્નઈ (ચેપોક) અને મુંબઈ (વાનખેડે).

શ્રીલંકાના 3 સ્ટેડિયમ: કોલંબોમાં બે (આર પ્રેમદાસા અને સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ) તથા કેન્ડીમાં મેચો રમાશે.

ભારતનો શિડ્યુલ: ટીમ ઇન્ડિયા પોતાની ગ્રુપ સ્ટેજની મેચો મુંબઈ, દિલ્હી, કોલંબો અને અમદાવાદમાં રમશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now