70 વર્ષિય જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાની પૂછપરછ દિવસે દિવસે વધી રહી છે ત્યારે ધીમે ધીમે તેના કાળા કારનામાઓ સામે આવી રહ્યા છે. ચાર હજારથી વધારે લોકોને ધર્માંતરણ કરવાનાર આ બાબા પર સરકારી એજન્સી ED,ATS અને આયકર વિભાગ જેવી સંસ્થાઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. છાંગુર બાબાનો સૌથી નજીકનો સલાહકાર અબ્દુલ મોહમ્મદ રજા આ બાબાને છોકરીઓને ફંસાવવાની ટ્રેનિંગ આપતો હતો. અને છાંગુર બાબાનો સહયોગી નવીન રોહરાનું સ્વિસ બેંકમાં પણ એકઉન્ટ હોવાની માહિતી મળી છે.
બહેરાઇચ અને બલરામપુર જિલ્લામાં ખુદને પીર બાબા કહીને પ્રચાર કરનારો છાંગુર બાબા હવે મની લોન્ડરિંગ, ધર્માંતરણ, હવાલા ટ્રાન્જેક્શન અને વિદેશી ફૉંગિંગ જેવા મોટા કેસોમાં ફસાઈ ગયો છે. યુપી એટીએસની એફઆઈઆર પછી હવે પ્રવર્તન નિદેશાલય પણ તેની કાળી કમાણી અને જાલસાજીને ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી રહી છે.
આ રીતે કરાવતો હતો ધર્માંતરણ
એટીએસની એફઆઈઆરમાં ચોકાવી દેનાર સત્ય સામે આવ્યું છે. બાબા 'શિજરા-એ-તયબા' નામની પુસ્તકના ઉપયોગથી દલિતો, ગરીબો અને મહિલાઓને ઇસ્લામાને અપનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમના પ્રવચનોમાં આ પ્રકારનાં તત્ત્વો જોવા મળતા જે લોકોના મનમાં ભ્રમ અને અસંતોષ પેદા કરે છે. તપાસમાં સામે આવ્યું છે કે 3 થી 4 હજાર હિંદુઓનું ટાર્ગેટ કરીને તેઓને જબરજસ્તી લાલચ આપીને ઇસ્લામ ધર્મ કબુલ કરાવી ચુક્યો છે. તેમાં લગભગ 1500 થી વધુ મહિલાઓ હતી.
40 ખોટી સંસ્થાઓ અને 100 થી વધુ બેંકના ખાતા
ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે છાંગુર બાબાએ તેમના સાથીઓ દ્વારા 40 થી વધુ ખોટી એન્જીઓ અને સંસ્થાઓ બનાવેલી હતી અને તેમના નામ પર 100 થી વધુ બેંક ખાતા ખોલ્યા હતા. અને આ ખાતાઓમાં અરબ દેશોથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા. શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે મિડલ ઈસ્ટ, દુબઈ અને ઓમાન દેશોમાંથી વિદેશી ફંડ અધિનિયમના કાયદાનું ઉલ્લંઘન કરીને બાબા ફંડ ઉઘરાવી રહ્યો હતો. ઇડીએ આ ડેટાની માહિતી સંબંધિત બેંકો પાસેથી માંગી લીધી છે. અને તેમાં પણ તમામ કંપનીઓને પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ (PMLA) હેઠળ જોડીને વધુ તપાસ હાથ ધરવાની છે.
100 કરોડથી પણ વધારે ગેરકાયદેસર મિલકત
બાબાએ બહેરાઇચ અને બલરામપુર,નાગપુર અને પૂણે જેવા ઘણા શહેરોમાં મિલકત ખરીદી હતી. જ્યાં સરકારી પરવાનગી લીધા વિના ઘણા ગેરકાયદેસર બાંધકામ કર્યા છે. બલરામપુરની આલીશાન હવેલીને જીલા વહીવટીતંત્ર દ્વારા 30 કલાકની પક્રિયા પછી તોડીપાડવામાં આવી છે. સ્થાનિક પ્રશાસકનું કહેવું છે કે તે હવેલી સરકારી જમીન પર કબજો કરીને તૈયાર કરાવવામાં આવી હતી.
સ્વિસ બેંકથી દુબઈ સુધી ફેલાયેલું છે બાબાનું નેટવર્ક
ઈડી અને એટીએસને છાંગુર બાબાના સહયોગી નવીન રોહરાની પ્રવૃત્તિઓ પર પણ શંકા છે. નવીન થોડા મહિના પહેલા જ દુબઈથી આવીને બલરામપુરમાં જમીન ખરીદી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે તેના એકાઉન્ટમાં કરોડોનો વિદેશી ફંડ ટ્રાન્સફર થયો હતો અને ત્યારબાદ તે પૈસા બાબા, નીતુ અને મેહબૂબના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. સ્વિસ બેંકમાં પણ નવીનનું એકાઉન્ટ હોવાની માહિતી મળી છે, જેની તપાસ હવે ઇન્ટરનેશનલ એજેંસીઓના સહયોગથી આગળ વધશે.
અબ્દુલ મહોમ્મદ રાજા આપતો હતો ટ્રેનીંગ
છાંગુર બાબાનો સૌથી નજીકનો સલાહકાર મોહમ્મદ રાજા પર પણ હવે તપાસ હાથ ધરાઈ છે. માહિતી મુજબ તે ફક્ત ધર્માંતરણ કરાવવાના નુશ્ખાઓ જ નહિ પરંતુ છોકરીઓને ફસાવવાની ટ્રેનીંગ પણ આપતો હતો.તેની યુક્તિ હતી કે છોકરીઓ કોઈ મુસ્લિમ યુવકના પ્રેમજાળમાં ફસીને તેનો ધર્મ બદલી નાખે..અબ્દુલના બેંક એકાઉન્ટમાં પણ કરોડો રૂપિયાની લેવડ દેવળ હોવાનું સામે આવ્યું છે. એટીએસ હવે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી રહી છે.
ઈલેક્ટ્રોનિક ડીવાઈસ અને, મોબાઈલોની તપાસ ઝડપી રીતે કરવામાં આવી રહી છે
ઇડીએ બાબાના છેલ્લા છ મહિનાના આઇકર રિટર્નની માહિતી આઇકર વિભાગ પાસેથી માંગી છે. મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઉપકરણ ફોરન્સીક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સૂત્રોના અનુસાર, ડિવાઇસમાં ધર્માંતરણથી સંબંધિત વીડિયો, સંપર્ક સૂત્ર અને લેવડ-દેવળના સંપૂર્ણ ડેટા મળવાની સંભાવનાઓ છે.
ધર્માંન્તારણથી પીડિત લોકોની ઓળખ કરવા કામે લાગી એટીએસ
ધર્માંતરણ રૈકેટને ઉઘાડું પડવાની શરૂઆત એસટીએસ દ્વારા કરાઈ હતી, પરંતુ યોગ્ય પુરાવા મળ્યા બાદ આ કેસ યુપી એટીએસને સોપવામાં આવ્યો હતો. હવે એટીએસ ધર્માંતરણના શિકાર બનેલા લોકોને શોધી રહી છે. જોકે, એક મોટી સમસ્યા એ છે કે મોટાભાગના લોકો આજે પણ બાબાના વિરુદ્ધ બોલવાથી ગભરાઈ રહ્યા છે.






