ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી મંત્રિમંડળના વિસ્તરણ અને પુનર્ગઠનની ચર્ચાઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુંબઈની મુલાકાતમાંથી પરત ફર્યા, ત્યારબાદ CM આવાસમાં રાજકીય પ્રવૃત્તિઓ જોર પકડી ગઈ છે. મંત્રીમંડળમાં કોના પ્રવેશ થશે અને કોના પત્તા કપાશે એ અંગે જે અટકળો ચાલી રહી હતી, હવે તે વાતોને લગતી પ્રક્રિયાઓ સ્પષ્ટરૂપે આગળ વધી રહી છે.

શપથવિધિ માટે આમંત્રણ પત્રિકા પણ તૈયાર
નવા મંત્રીઓ માટે શપથવિધિ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવાની છે. તેની તૈયારીઓ પૂર્ણતાની આરે છે. સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ પણ હવે એક્ટિવ થઈ ગયા છે અને તેઓ મંત્રીઓના રાજીનામાના કાગળ સાથે હાજર થયા છે. જે દર્શાવે છે કે મંત્રીમંડળમાં મોટો ફેરફાર સમક્ષ છે. મંત્રીમંડળની શપથવિધિમાં હાજર રહેનાર મહેમાનો માટે આમંત્રણ પત્રિકા પણ તૈયાર કરી દેવામાં આવી છે, જેને લઈને હવે અધિકૃત સૂત્રો દ્વારા તહેવાર જેવો માહોલ સર્જાયો છે.
મંત્રીમંડળનું વિસ્તરણ હવે માત્ર સમયની વાત
મળતી વિગતો મુજબ, કઈ ઘડીએ કોણ શપથ લેશે, કોણને જવાબદારી મળશે અને કોણ મુક્ત થશે, એ તમામ પ્રશ્નોનો ખુલાસો હવે હવે થોડી જ ઘડીઓમાં થવાની શક્યતા છે. મુંબઈથી પાછા ફરેલા મુખ્યમંત્રીની ઉપસ્થિતિ સાથે, સમગ્ર પ્રક્રિયાએ ઝડપ પકડી છે અને પાર્ટી દ્વારા નક્કી કરાયેલ વ્યૂહરચના પ્રમાણે નવું મંત્રીમંડળ રચાશે.






