Home Gujarat Suspended Female Constable Nayana Baraiya Attemptse

સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ : DySP રીમા ઝાલા સતત માનસિક ત્રાસ આપતાનો આક્ષેપ

સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 11, 2026, 09:48 AM IST

ભાવનગરમાં સસ્પેન્ડ થયેલી મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદ ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ગેસ્ટહાઉસમાં નયના બારૈયાએ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દવા પીતા પહેલા તેમણે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

'DySP રીમા ઝાલા દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો'

ઘટના બાદ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં નયના બારૈયાએ ભાવનગરના DySP રીમા ઝાલા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે DySP રીમા ઝાલા દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને ખોટા કેસોમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી.

'DySP રીમા ઝાલા તેમની બહેનને હેરાન-પરેશાન કરતા હતા'

નયના ભાઈએ પણ આક્ષેપ કર્યો છે કે, DySP રીમા ઝાલા તેમની બહેનને હેરાન-પરેશાન કરતા હતા, જેના કારણે નયનાએ આ પગલું ભર્યું. નયના બારૈયાના ભાઈએ DySP રીમા ઝાલા સામે ગુનો દાખલ કરવાની માંગ ઉઠાવી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને હકીકત જાણવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર