logo-img
Suryakumar Yadav World Record Fastest 3000 T20i Runs

સૂર્યકુમાર યાદવનો વર્લ્ડ રેકોર્ડ : રોહિત-વિરાટ અને બટલર જેવા દિગ્ગજોને પછાડી બન્યો T20 નવો કિંગ

સૂર્યકુમાર યાદવનો વર્લ્ડ રેકોર્ડ
Published by: Offbeat Team
| Last Updated: Jan 31, 2026, 07:58 PM IST

ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન અને કેપ્ટન Suryakumar Yadavએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી પાંચમી T20I મેચમાં ઈતિહાસ રચી દીધો છે. તિરુવનંતપુરમમાં રમાયેલી આ મેચમાં સૂર્યાએ માત્ર 30 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 63 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઇનિંગની સાથે જ તેણે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જોસ બટલર જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડીને એક એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી કોઈ બેટ્સમેન કરી શક્યો નથી.

સૌથી ઓછા બોલમાં 3000 રનનો આંકડો પાર કર્યો

Suryakumar Yadav હવે T20 International માં બોલના હિસાબે સૌથી ઝડપી 3000 રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. સૂર્યાએ આ સિદ્ધિ માત્ર 1822 બોલમાં મેળવી છે. આ અગાઉ આ રેકોર્ડ UAE ના Muhammad Waseem ના નામે હતો, જેણે 1947 બોલમાં આ આંકડો સ્પર્શ્યો હતો. આ યાદીમાં સૂર્યાએ રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતા ઘણું ઓછું અંતર કાપીને ટોચનું સ્થાન મેળવ્યું છે.

T20Iમાં સૌથી ઝડપી 3000 રન (બોલના આધારે):

ખેલાડીનું નામ

બોલની સંખ્યા

Suryakumar Yadav

1822

Muhammad Waseem

1947

Jos Buttler

2068

Aaron Finch

2077

David Warner

2113

Rohit Sharma

2149

Virat Kohli

2169

ટીમ ઇન્ડિયાની શાનદાર જીત

આ મેચમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 46 રને પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 271 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઇશાન કિશને માત્ર 43 બોલમાં 103 રનની સદી ફટકારી હતી, જ્યારે સૂર્યાએ 63 રનનું યોગદાન આપ્યું હતું. 272 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં 225 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 5 વિકેટ અને અક્ષર પટેલે 3 વિકેટ ઝડપી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now