Home Gujarat Surendranagar Lakhtar Road Serious Accident

સુરેન્દ્રનગર-લખતર રોડ પર ગંભીર અકસ્માત : બે કાર વચ્ચે ટક્કર, એક કારમાં લાગી ભીષણ આગ, 8 લોકો જીવતા ભડથું

સુરેન્દ્રનગર-લખતર રોડ પર ગંભીર અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 05:11 AM IST

સુરેન્દ્રનગર-લખતર રોડ પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી.જેને કારણે આ કમકમાટી પૂર્ણ અકસ્માત સર્જાયો હતો, અને બે બાળકો સહિત 8 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા.


8 લોકોના મોત નિપજયા

સળગેલી કારમાં સવાર તમામ 8 લોકોના મોત નિપજયા હોવાની જિલ્લા પોલીસ વડા એ પુષ્ટિ કરી છે . ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્ર્શ્યો સર્જાયા હતા તેમજ લોકોના ટોળે ટાળા ઉમટી પડ્યા હતા સ્થાનિક સેવાભાવી લોકો અને સામાજીક કાર્યકરો બચાવ કાર્ય માટે ઉમટ્યા હતા.


108ની ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે

અકસ્માતની ઘટના અંગે જાણ કરતા 108ની ત્રણ એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી તેમજ કારમાં આગ લાગવાના બનાવના પગલે ફાયર ટીમને પણ જાણ કરવામાં આવી હતી. જો કે, ગાડીમાં રહેલા તમામ 8 લોકોના મોત થયાની વિગતો સામે આવી છે.

હેરિયર કાર સાથે સ્વિફ્ટ કાર ટકરાતા સ્વિફ્ટ કાર રોડ નીચે ઉતરી ગઈ હતી અને ત્યારબાદ સ્વિફ્ટમાં ભયાનક આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. હાલ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે તમામ મૃતકોના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે.

પોલીસે સત્તાવાર માહિતી જારી કરી 8 ના મોત ની કરી પુષ્ટિ

સુરેન્દ્રનગર પોલીસે આ અકસ્માત સંદર્ભે સત્તાવાર માહિતી જારી કરી જણાવ્યું હતુ કે ૧૭/૦૮/૨૦૨૫ ના આશરે  ૦૩:૩૦ વાગ્યાના અરસામાં વઢવાણ થી લખતર વચ્ચે આવેલ દેદાદરા ના બોડ થી આગળ રોડ પર પસાર થતી GJ-04-CJ-1855 નંબર ની સ્વીફ્ટ ડીઝાઈર કાર  GJ-01-WQ-3821 નંબર ની ટાટા હેરીયર કાર વચ્ચે અકસ્માત સર્જાતા સ્વીફ્ટ કારમાં સવાર કુલ -૦૮ વ્યક્તિઓનું અકસ્માત બાદ કાર સળગી જતા મૃત્યુ થયેલ છે.

તથા ટાટા હેરીયર કારમાં  સવાર કુલ ૦૩ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે વધુ સારવાર માટે લઇ જવામાં આવેલ છે.

અકસ્માત માં મોતને ભેટેલ કમભાગીઓની યાદી

૧) પ્રતિપાલસિહ જગદીશસિહ ચુડાસમા     ઉવ:-૩૫ રહે:-ભાવનગર

૨) મીનાબા વિરેન્દ્રસિંહ રહે:- કડુ તા,લખતર

૩) કૈલાસબા જગદીશસિહ ચુડાસમા ઉવ.૫૫ રહે:- જીંજર,હાલરહે:- ભાવનગર

૪) નીતાબા ભગીરથસિંહ જાડેજા ઉવ.૫૩ રહે:- જામનગર

૫) રાજેશ્રીબા નરેન્દ્રસિંહ રાણા, ઉવ‌.૪૭ રહે:- કડુ તા,લખતર

૬) દિવ્યાબા હરદેવસિંહ જાડેજા ઉવ. આશરે,૩૨ રહે:- કચ્છ

૭) દિવયશ્રીબા પ્રતિપાલસિહ ચુડાસમા ઉવ 10 માસ

રહે:- ભાવનગર

૮) રીઘીબા પ્રતિપાલસિહ ચુડાસમા ઉવ 13

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now