Home Gujarat Surendranagar Aap Vijay Sandesh Yatra Gopal Italias Statement

સુરેન્દ્રનગરમાં AAPની વિજય સંદેશ યાત્રા : 'સત્તા સામે જનતાનો વિજય થયો' ગોપાલ ઈટાલિયાએ બીજું શું કહ્યું ?

સુરેન્દ્રનગરમાં AAPની વિજય સંદેશ યાત્રા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 10:26 AM IST

સુરેન્દ્રનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું આયોજન ખાસ કરીને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ ઉજવણી તરીકે થયું હતું. યાત્રાની શરૂઆત શહેરના આંબેડકર ચોકથી કરવામાં આવી હતી અને તે ટાંકી ચોક, ટાવર ચોક, જવાહર ચોક જેવા મહત્વના સ્થળો પરથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી હતી.
સુરેન્દ્રનગરમાં AAPની વિજય સંદેશ યાત્રા
આમ આદમી પાર્ટીના આ વિજય સંદેશ યાત્રા પાછળનો હેતુ વિસાવદરની જીતનો ઉત્સાહ અન્ય જિલ્લાઓ સુધી પહોંચાડવો અને આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બનાવવું હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાજકારણમાં પરિવર્તન લાવવાનું લક્ષ્ય રાખીને વધુને વધુ લોકો આપ પાર્ટી સાથે જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું.
યાત્રામાં AAPના કાર્યકરો રાસ રમ્યા
આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રમાં પાર્ટીના કાર્યકરો મનમૂકીને રાસ રમ્યા હતા. આમ આ યાત્રા રસ્તા પર વાજતે ગાજતે નીકાળવામાં આવી હતી. જેમાં પ્રમુખ ઇશુદાન ગઢવી, વિસાવદરના નવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તેમજ જિલ્લાના હોદેદારો તથા કાર્યકરોની હાજર રહ્યાં હતા

ગોપાલ ઈટાલિયાનું નિવેદન
ગોપાલ ઈટાલિયોએ કહ્યું કે, ''વિસાવદરની પેટા ચૂંટણીમાં સત્તા અને આમ જનતા વચ્ચે ચૂંટણી હતી. જેમાં જનતાનો વિજય થયો છે. જેના પગલે આમ આદમી પાર્ટી વિજય સંદેશ યાત્ર નીકાળીને લોકોને સંદેશો આપી રહ્યાં છીએ''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now