Home International Surat Youth Murdered In Canada Neighbor Commits Murder By Stabbing Him With A Paddle Murder Knife Offbeatstories

કેનેડામાં પત્નિ સાથે રહેતા યુવકની હત્યા : પાડોશીએ છરીનાં ધા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો , આરોપીની ધરપકડ

કેનેડામાં પત્નિ સાથે રહેતા યુવકની હત્યા
Published by: OBS Bureau
Last Updated: Apr 07, 2025, 09:12 AM IST

કેનેડામાં પત્નિ સાથે રહેતો અને સ્ટોર ચલાવતાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પડોશીએ છરીનાં ધા ઝીંકી મોતને ધાટ ઉતારી દેતાં કેનેડા પોલીસ દોડતી થઈ હતી. આ ઘટનાને લઈને પોલીસે તાત્કાલિક હત્યારને ધરપક્કડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. હત્યાનાં બનાવને લઈને હાલ કેનેડામાં રહેતાં ભારતીયોમાં ભારે નારાજગી ફેલાઈ છે. 


ભાવનગર જિલ્લાનાં નોંધણવદર ગામનો વતની અને સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં રહેતો ધર્મેશ કથિરીયા વર્ષ-2019માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. યુવકને શનિવારે પાડોશમાં રહેતા સિનિયર સિટીઝને છરીના ઘા ઝીંકીને પતાવી દીધો હતો. સુરતવાસીઓ માટે આ ચોકાવનારી ઘટના બની હતી. 


યુવકનું સારવાર દરમ્યાન થયું મોત

ધર્મેશ કેનેડાના ઓટાવા નજીક રોકલેન્ડમાં લાલોન્ડે સ્ટ્રીટ ખાતે પત્ની રવિના સાથે રહેતો હતો અને ધર્મેશ કેનેડા ખાતે ડિપાર્ટમેન્ટલ સ્ટોલ ચલાવતો હતો. કેનેડાની સ્થાનિક પોલીસ પ્રશાસનના જણાવ્યા મુજબ ૫ એપ્રિલને બપોરના અરસામાં ધર્મેશને તેના જ પાડોશી સિનિયર સિટીઝને કોઈક કારણોસર લાલોન્ડે સ્ટ્રીટ ખાતે જ છરીના ઘા ઝીંકયા હતા. ઘટનાને પગલે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. 


મૃતદેહને પરત લાવા ખર્ચ પરિવાર ઉઠાવશે


કેનેડામાં સ્ટોર ચલાવતાં સુરતાનાં યુવકનાં મૃતદેહને ભારત પરત લાવવા માટે પરિવારે ખર્ચ આપવો પડશે. મળતી વિગતોનુંસાર આશરે 15 હજાર ડોલર ખર્ચ થનાર છે. જેને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ધર્મેશના મૃતદેહને ભારતમાં લાવવા માટે મદદે આવ્યા છે.



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,