Home Gujarat Surat Weed Paddler Mumbai Crime Branch Gujarat Crime Police Offbeatstories

સુરતમાં 30 લાખનાં ગાંજાનો મામલો : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની કરી ધરપક્કડ

સુરતમાં 30 લાખનાં ગાંજાનો મામલો
Published by: OBS Bureau
Last Updated: Apr 07, 2025, 02:25 PM IST

સુરતની સારોલી પોલીસે થોડા સમય પહેલા રૂ.30 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપક્કડ કરી છે. આરોપીને કાપોદ્રા પોલીસને સોપ્યો છે. જેની પુછપરછમાં અન્ય એક વ્યક્તિનું નામ સામે આવતાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. 


હાલ રાજ્યનું યવા ધન નશાનાં રવાડે ચડ્યું છે. આ યુવાનો નશાનાં આદિ બની ગાંજો મેળવવા માટે તમામ હદો પાર કરતાં હોય છે. તેવામાં સુરતનાં સારોલીમાંથી થોડા સમય પુર્મોવે મોટા પ્રમાણમાં રૂ.30 લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. આરોપીની પુછપરછમાં ખુલાસો થયો હતો કે, કેનીલ અને સિદ્ધાર્થ બંને મિત્રો હતા અને સિદ્ધાર્થનું મુંબાઈમાં મોટું નેટવર્ક હોવાને લીધે ત્રણેયે વાતચીત કરી અને ગાંજાનો વેપાર શરૂ કરવાનું નક્કી કર્યું હતું. અને ત્રણેય મિત્રો ટેલિગ્રામનો ઉપયોગ કરી વાતચીત કરતાં હોવાનું સામે આવ્યું હતું. આ ત્રણેય આરોપીએ ગાંજાનો જથ્થો સુરત મંગાવતાં પોલીસે રૂ.30 લાખનો ગાંજો ઝડપી પાડ્યો હતો. 

દરમ્યાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આજરોજ અક્ષય સોનીની ધરપક્કડ કરી છે. અને આરોપીને કાપોદ્રા પોલીસને હવાલે કર્યો છે. ત્યારે સુરત પોલીસ દ્વારા અક્ષયની પુછપરછ કરતાં સિદ્ધાર્થનું નામ સામે આવ્યું હતું. જેનાં આધારે હાલ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now