Home Gujarat Surat Surat Ward 13 Ai Election Campaign Sandeep Chaklwala

હવે રાજકીય પાર્ટીઓ પણ કરવા લાગી AIનો ઉપયોગ : સુરતની ગલીઓમાં જોવા મળ્યો ડિજિટલ સ્ટ્રેટેજીનો દમ

સંદીપ ચકલાવાલાનું હાઈટેક કેમ્પેઈન દર્શાવતું ચિત્ર
Published by: Niraj Chokshi
Last Updated: Apr 18, 2026, 02:39 PM IST

ટેક્નોલોજીનાં યુગમાં રાજકિય પાર્ટીઓ પણ હવે પાછળ રહી નથી. સુરતથી સમાચાર મળી રહ્યાં છે કે સુરતના વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવાર સંદીપ ચકલાવાલાએ ચૂંટણી પ્રચાર માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ શરૂ કર્યો છે જેના કારણે આ હાઈટેક કેમ્પેઈન શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. મતદારોની પસંદગી અને વલણને આધારે મેસેજ પહોંચાડવાનો આ પ્રયાસ ચૂંટણીની રીત-ભાતને જ બદલતો દેખાઈ રહ્યો છે.

AIથી પ્રચાર

આ કેમ્પેઈનમાં મતદારોના ડેટાનું વિશ્લેષણ, અલગ-અલગ સમુદાય માટે કસ્ટમ મેસેજ, સોશિયલ મીડિયા પર ટાર્ગેટેડ કેમ્પેઈન ચલાવાઈ રહ્યું છે. ગ્રાઉન્ડ લેવલ પર પણ ડિજિટલ સપોર્ટ તથા કૃત્રિમ બુદ્ધિના ઉપયોગથી પ્રચાર વધુ ચોક્કસ અને અસરકારક બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

માઈક્રો ટાર્ગેટિંગ

આ કેમ્પેઈનમાં અલગ અલગ જ્ઞાતિ અને સમુદાય માટે અલગ મેસેજ, વિસ્તાર પ્રમાણે મુદ્દાઓની ઓળખ, મતદારોની પસંદ-નાપસંદનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પદ્ધતિથી દરેક મતદારોને તેમની જરૂરિયાત મુજબ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયાથી ગ્રાઉન્ડ સુધી AI સક્રિય

AI માત્ર ઓનલાઈન જ નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પણ સક્રિય છે. AI વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર ડિજિટલ પ્રચાર કરે છે, કોલિંગ અને મેસેજિંગ ઓટોમેશન અને બૂથ લેવલ પર ડેટા આધારિત આયોજન કરવામાં આવ્યું છે. આનાથી પ્રચાર વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બન્યો છે.

આ પણ વાંચો: સુરત અડાજણમાં ભાજપનું શક્તિ પ્રદર્શન | જીત માટે એકતા જરૂરી: વિશ્વકર્મા | Offbeat Stories

યુવાનો પર ખાસ ફોકસ

આ કેમ્પેઈનમાં યુવાનો પર વધુ ફોકસ રાખવામાં આવ્યો છે. આ હાઈટેક કેમ્પેઈનમાં યુવા મતદારોને ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ પર સક્રિય અભિયાન ચલાવાઈ રહ્યું છે. યુવાનોને આકર્ષે તેવી ભાષા અને કન્ટેન્ટનો ઉપયોગ કરાઈ રહ્યો છે. નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને યુવાઓ સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. યુવાનોની ભાગીદારી વધારવા માટે આ મહત્વપૂર્ણ વ્યૂહરચના બનાવી છે.

પરંપરાગત પ્રચાર છોડી ડિજિટલ પ્રચાર

આ પ્રચાર મોડેલે પરંપરાગત રીતોને પડકાર આપ્યો છે. પોસ્ટર અને રોડ શૉ કરતા ડેટા આધારિત અભિયાનને બદલે હવે વ્યક્તિગત મેસેજિંગ દ્વારા લોકો સુધી અસરકાર રીતે પહોંચી શકાયું છે. ઓછા સમયમાં વધુ લોકો સુધી પહોંચવામાં આ કેમ્પેઈન વધુ અસરકાર સાબિત થઈ રહ્યું છે.આથી ચૂંટણીમાં ટેક્નોલોજીનો પ્રભાવ વધી રહ્યો હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે.

સુરતના વોર્ડ 13માં સંદીપ ચકલાવાલાએ શરૂ કરાયેલો AI આધારિત પ્રચાર ચૂંટણીમાં એક નવી દિશા દર્શાવે છે. AI ટેક્નોલોજીનો ઉપયોગ હવે રાજકારણમાં પણ મહત્વપૂર્ણ બની રહ્યો છે. આ મોડેલ સફળ થાય છે કે નહીં તે તો પરિણામો પછી સ્પષ્ટ થશે પરંતુ એક વાત ચોક્કસ છે. ચૂંટણી પ્રચાર હવે વધુ ડિજિટલ અને સ્માર્ટ બન્યો છે. AIના ઉપયોગથી મતદારોને યોગ્ય સંદેશ પહોંચાડવાનું સરળ બન્યું. ડિજિટલ પ્રચારથી ખર્ચ ઘટાડો અને કાર્યક્ષમતામાં વધારો થયો છે.

આ પણ વાંચો: ડાંગથી હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર પ્રહાર | આદિવાસી વિકાસ અને 150 કરોડના રોડ પ્રોજેક્ટનો દાવો | Offbeat Stories

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now