Home Gujarat Surat Surat Vip Road Dominos Pizza Fire Short Circuit

સુરતના વીઆઈપી રોડ પર ડોમિનોઝ પિઝામાં આગ : શોર્ટ સર્કિટથી ઈલેક્ટ્રિક પેનલ સળગી, 14 લોકોનો સમયસર બચાવ

સુરતના VIP રોડ પર ડોમિનોઝ પિઝામાં આગ બાદ સ્થળ પર કામગીરી કરતી ફાયર બ્રિગેડની ટીમ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 14, 2026, 05:17 PM IST

Surat News: સુરત શહેરના વીઆઈપી રોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે આવેલા ઈ-સ્પેસ બિલ્ડિંગમાં આવેલી ડોમિનોઝ પિઝાની આઉટલેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા થોડા સમય માટે ગ્રાહકો અને આસપાસના વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

ઈલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટથી ભભૂકી આગ
પ્રાથમિક માહિતી અનુસાર ઈ-સ્પેસ બિલ્ડિંગની દુકાન નંબર 1થી 4માં આવેલી ઈલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગ ઝડપથી વાયરિંગ સુધી ફેલાતા ધુમાડાના ગોટેગોટા બહાર આવવા લાગ્યા હતા. સદનસીબે આગ શરૂઆતના તબક્કામાં જ ધ્યાનમાં આવી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.

વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

ઘટનાની જાણ થતાં વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનમાંથી ફાયર ફાઈટરો અને ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર જવાનોએ ઝડપી કામગીરી કરીને આગને અન્ય દુકાનોમાં ફેલાતી અટકાવી હતી અને ટૂંકા સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

5 સ્ટાફ અને 9 ગ્રાહકોને સલામત બહાર કાઢાયા

આગ લાગવાના સમયે ડોમિનોઝ પિઝામાં સ્ટાફ અને ગ્રાહકો હાજર હતા. ફાયર ટીમ અને સ્થાનિક લોકોની મદદથી ડોમિનોઝના 5 કર્મચારીઓ અને 9 ગ્રાહકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સમયસર રેસ્ક્યૂ કામગીરી થતાં કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી.

ઈલેક્ટ્રિક પેનલ અને વાયરિંગને નુકસાન, જાનહાનિ ટળી

આગની ઘટનામાં ઈલેક્ટ્રિક પેનલ અને વાયરિંગ બળી જવાથી નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે સમયસર ફાયર બ્રિગેડની કામગીરીને કારણે આગ વધુ વિકરાળ બની નહોતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાના ચોક્કસ કારણ અને નુકસાનના અંદાજ અંગે સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:
સાબરકાંઠાના ખેડૂતો માટે પૂર્વ સ્પીકર રમણલાલ વોરા મેદાને : કેન્દ્રની નવી ખાતર વિતરણ પ્રણાલીમાંથી જિલ્લાને બાકાત રાખવા મુખ્યમંત્રીને પત્ર

ફાયર વિભાગે ઈલેક્ટ્રિકલ સલામતી અંગે આપી સૂચના

આ ઘટનાના પગલે ફાયર વિભાગે વેપારી સંકુલો અને રેસ્ટોરન્ટ સંચાલકોને સમયાંતરે ઈલેક્ટ્રિકલ પેનલ, વાયરિંગ અને સલામતી ઉપકરણોની તપાસ કરાવવાની અપીલ કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે સમયસર મેન્ટેનન્સ અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવે તો આવી આગની ઘટનાઓને ઘણી હદ સુધી અટકાવી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now