Home International Surat To Jaipur Indigo Flight Delays Due To Bizzare Reason Bees Do Not Let Flight

સુરત એરપોર્ટની વિચિત્ર ઘટના? : મુસાફરો ફ્લાઇટમાં બેસી ગયા, સામાન પણ મુકાઈ ગયો, પછી બન્યુ જ એવું કે ફ્લાઈટ 1 કલાક મોડી પડી...!

સુરત એરપોર્ટની વિચિત્ર ઘટના?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 09:22 AM IST

આજકાલ ફ્લાઇટ મોડી પડવી ઘટના સામાન્ય બની ગઈ છે. સુરતથી જયપુર જતી ફ્લાઇટ મોડી પડવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. ઇન્ડિગો ફ્લાઈટના લોડિંગ ડોર પર મધમાખીનું ઝુંડ ચોંટી જતાં ગઈ હતી. જેના કારણે ફ્લાઇટ મોડી પડી હતી. મળતી માહિતી મુજબ ઇન્ડિગો એરબસ A320 સુરતથી જયપુર જવાનું હતું. આ પ્લેન પહેલા સાંજે 4:20 વાગ્યે ઉડાન ભરવાનું હતું. પરંતુ વિલંબને કારણે તે લગભગ એક કલાક પછી સાંજે 5:26 વાગ્યે ઉડાન ભરી હતી

મધમાખીઓનું ઝુંડ ચોંટ્યું લોંડિગ ડોરને
વિમાનની ઉડાનમાં વિલંબ અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે, કે, બધા મુસાફરો વિમાનમાં ચઢી ગયા હતા. જે પછી મુસાફરોનો સામાન વિમાનમાં લોડ કરવામાં આવી ગયો હતો. આ દરમિયાન મધમાખીઓનું ઝુંડ વિમાનના ખુલ્લા સામાનના દરવાજા પર આવીને બેસી ગયું. જેનાથી ત્યાં પરિસ્થિતિ જ એવી બની કે, ફ્લાઈટની ઉડાનને વિલંબ થયો હતો. એરપોર્ટ સ્ટાફને આ મધમાખીઓને ત્યાંથી ભગાડવાનો પ્રયાસ કરવામાં મુશ્કેલી પડી. તેમને ભગાડવા માટે ધુમાડાનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ જ્યારે એરપોર્ટ સ્ટાફ આ બાબતમાં નિષ્ફળ ગયો, ત્યારે ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો હતો.
પાણી છાંટવામાં આવ્યું...
જે પછી ફાયર બ્રિગેડનું વાહન રનવે પર પહોંચ્યું અને સામાનના દરવાજા પર પાણી છાંટવાનું શરૂ કર્યું. લાંબા પ્રયાસ પછી આખરે ત્યાં બેઠેલી મધમાખીઓનું ઝુંડ ગયું અને ત્યારબાદ ફ્લાઈટે ઉડાન ભરી હતી. આ બધું લગભગ એક કલાક ચાલ્યું હતું. ઇન્ડિગોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ 6E-784 સુરતથી જયપુર જવા માટે તૈયાર હતી. પરંતુ મધમાખીઓના કારણે વિમાનને ઉડાન માટે લીલી ઝંડી મોડી આપવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now