Home Gujarat Surat Smc 6 Accused Arrested With 1253 Grams Of Drugs

Surat માં SMC ની રેડ : 6 આરોપી સંકજામાં, 12.53 ગ્રામ ડ્રગ્સ જપ્ત, ડ્રગ્સ બનાવવાના સાધનો ઝડપાયા

Surat માં SMC ની રેડ
Published by: OBS Bureau
Last Updated: Aug 27, 2025, 10:27 AM IST

સુરતમાંથી એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓ SMCએ દબોચી લીધા છે. સ્ટેટ મોનીટરીંગ સેલેને બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે 48ની બાજુમાં ગીરીરાજ હોટલની પાછળના ભાગે આવેલ માનસરોવર રેસીડેન્સી, બીલ્ડીંગ નંબર-A-11, ફલેટ નંબર-104, સુરત શહેર ખાતે મુનાફ કુરેશી નામના ઈસમે પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો રાખેલો છે તથા તે તેના મળતીયા કેતન પટેલ સાથે મળી પ્રતિબંધિત માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ બનાવનાર છે"


બાતમીના આધારે રેડ પાડી 2નો દબોચ્યા

બાતમી આધારે SMC ટીમ તેમજ બે સરકારી પંચો સાથે રેઈડ કરી, આરોપીઓ (1) મુનાફ ઉર્ફે મુન્નો દાદુભાઇ કુરેશી (2) કેતનભાઇ ઝવેરભાઇ રફાલીયા પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન(Mephedrone) ડ્રગ્સનું (ચોખ્ખુ) કુલ વજન 12.53 ગ્રામ. કિં.રૂ.1.25,300/- તથા એમ.ડી. ડ્રગ્સ જાતે બનાવવાની સાધન સામગ્રી તથા અન્ય સબસ્ટન્સ જેમાં Cathinone ог analogue, 4-Methylcathinone, Buphedrone, Methylcathinone or N.N-Dimethylcathinone વગેરે મળી કુલ રૂપિયા 1,63,800 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.


7 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો

રેઈડમાં સ્થળ ઉપરથી મળેલ એમ.ડી. ડ્રગ્સ બનાવવાની સાધન સામગ્રી તથા અન્ય સબસ્ટન્સ, એફ.એસ.એલ. રિપોર્ટ અને આરોપીઓની પુછપરછથી SMCની જાણકારી અનુસાર આરોપીઓ એમ.ડી. અને અન્ય ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટીરીયલ તથા જરૂરી સાધન-સામગ્રી અને કેમીકલો લાવી એમ.ડીડ્રગ્સ તથા અન્ય ડ્રગ્સ જાતે બનાવતા હતાં. સ્થળ ઉપરથી પકડાયેલ આરોપીઓ તથા એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મોકલનાર, એમ.ડી.ડ્રગ્સ બનાવવા સારૂ ફ્લેટની સગવડ કરી આપનાર, એમ.ડી.ડ્રગ્સના જથ્થાની હેરફેર કરનાર તેમજ એમ.ડી. ડ્રગ્સના રૂપિયાની આપ-લે કરનાર વિગેરે વોન્ટેડ કુલ-07 આરોપીઓ વિરૂધ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી


રેડ દરમિયાન પકડાયેલ આરોપીઓ

(1) મુનાફ ઉર્ફે મુન્નો દાદુભાઇ કુરેશી

એમ.ડી. ડ્રગ્સનું વેચાણ કરનાર તથા કેમીકલ પ્રોસેસ કરી એમ.ડી.ડ્રગ્સ બનાવનાર ટોળકીનો મુખ્ય કાવતરાખોર આરોપી
(2) કેતનભાઇ ઝવેરભાઇ રફાલીયા, અભ્યાસ-BSC

કેમીકલ પ્રોસેસ કરી એમ.ડી.ડ્રગ્સ બનાવવા માટે મુખ્ય આરોપીને મદદ કરનાર ટોળકીનો સભ્ય

તપાસ દરમિયાન પકડાયેલ આરોપીઓના નામ તથા ગુનામાં ભૂમિકા

(1) નારણભાઈ સ/ઓ ભગવાનભાઈ જાલાભાઈ રાઠોડ(ભરવાડ)

કેમીકલ પ્રોસેસ કરી એમ.ડી.ડ્રગ્સ બનાવવામાટે મુખ્ય આરોપીને ફ્લેટની સગવડ કરી આપનાર ટોળકીનો સભ્ય

(2) શાહબાજ ઉર્ફે સાબો સ/ઓ મહેબુબભાઈ સુલતાનભાઈ સૈયદ

મુખ્ય આરોપીના કહેવા મુજબ એમ.ડી.ડ્રગ્સના જથ્થાની હેરફેર કરનાર ટોળકીનો સભ્ય

(3) મેહુલભાઈ સ/ઓ દેવાભાઈ વિહાભાઈ ચોહલા(ભરવાડ)

મુખ્ય આરોપીના કહેવા મુજબ એમ.ડી.ડ્રગ્સના જથ્થાની હેરફેર કરનાર ટોળકીનો સભ્ય

(4) સાહીલ ઉર્ફે બુજારી સ/ઓ હનીફભાઈ સુલતાનભાઈ બેલીમ

મુખ્ય આરોપીના કહેવા મુજબ એમ.ડી.ડ્રગ્સના પૈસાની લેતી-દેતી કરનાર ટોળકીનો સભ્ય

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now