Home Gujarat Surat Surat Sachin Child Killed Car Accident

સુરતમાં હિટ એન્ડ રન : કારની અડફેટે આવતા 5 વર્ષની બાળકીનું મોત, ચાલક ફરાર

કારના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jun 30, 2026, 10:29 AM IST

સુરતના સચિન વિસ્તારમાં હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં પાંચ વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે. ઇકલેરા વિસ્તારમાં નવી બની રહેલી સોસાયટી નજીક રમતી બાળકીને એક કારની ટક્કર વાગતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, મૃતક બાળકીની ઓળખ આરતી બારીયા તરીકે થઈ છે. અકસ્માત સમયે તેના માતા-પિતા નજીકમાં મજૂરી કામ કરી રહ્યા હતા. આ દરમિયાન બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત બાદ કાર ચાલક ફરાર

સ્થાનિકોના જણાવ્યા મુજબ, કારની ટક્કર ખૂબ જોરદાર હતી, જેના કારણે બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિકોએ રહેણાંક વિસ્તારમાં બેદરકારીપૂર્વક વાહન હંકારતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: વડોદરામાં પિતા-પુત્રીના સંબંધોને લજવનારી ઘટના : ડેસરમાં કળિયુગી પિતાએ 13 વર્ષની સગીર દીકરીને પીંખી નાખી!

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે ફરાર કાર ચાલકની ઓળખ કરી તેને ઝડપી પાડવાના પ્રયાસો કરી રહી છે. પોલીસે જણાવ્યું છે કે અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ ચાલી રહી છે અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now