Home Gujarat Vadodara Vadodara Desar Minor R A P E Case Father Pocso

વડોદરામાં પિતા-પુત્રીના સંબંધોને લજવનારી ઘટના : ડેસરમાં કળિયુગી પિતાએ 13 વર્ષની સગીર દીકરીને પીંખી નાખી!

ડેસર પોલીસ સ્ટેશન
Published by: Chintan Chavda
Last Updated: Jun 30, 2026, 09:55 AM IST

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી પિતા-પુત્રીના સંબંધને કલંકિત કરતી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. 13 વર્ષની સગીર પુત્રી પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ સામે આવ્યો છે. સમગ્ર મામલે સગીરની માતાએ ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, 28 જૂનની સાંજે પતિ-પત્ની વચ્ચે ઘરેલુ બાબતે બોલાચાલી થતાં માતા થોડા સમય માટે નજીકમાં રહેતા સંબંધીના ઘરે જતી રહી હતી. તે દરમિયાન ઘરમાં સગીર પુત્રી અને તેનો નાનો ભાઈ હાજર હતા. રાત્રે ઘરે પરત ફરતાં માતાએ ઘરમાં શંકાસ્પદ પરિસ્થિતિ જોઈ હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તે સમયે પિતા પોતાની જ સગીર પુત્રી સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. માતા પહોંચતા આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

માતાની ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહી

ફરિયાદ અનુસાર, માતાએ સગીર સાથે વાત કરતાં બાળકીને પોતાની સાથે થયેલા કથિત અત્યાચાર અંગે માહિતી આપી હતી. ત્યારબાદ માતાએ ડેસર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત જોગવાઈઓ તેમજ POCSO (Protection of Children from Sexual Offences) Act હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીડિતાનું તબીબી પરીક્ષણ સહિતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સરખેજ ફાટક પાસે મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ પર AMCનું બુલડોઝર : મામલો હાઇકોર્ટમાં વિચારાધીન હોવાનો આક્ષેપ

ફરાર આરોપીની શોધખોળ

ડેસર પોલીસ ઇન્સ્પેક્ટર કે.સી. પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ ટીમો કામે લગાડી છે. તપાસ દરમિયાન મળતા પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જણાવ્યું છે કે કેસ અત્યંત સંવેદનશીલ હોવાથી તમામ પ્રક્રિયા કાયદાકીય જોગવાઈઓ અને બાળ સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરીને હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now