Home Gujarat Surat Olpad Deputy Mamlatdar Commits S

સુરત ઓલપાડના નાયબ મામલતદારે કર્યો આપઘાત : ઘરે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું, કારણ અંગે તપાસ તેજ

સુરત ઓલપાડના નાયબ મામલતદારે કર્યો આપઘાત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2026, 04:48 AM IST

Surat News : સુરત જિલ્લામાં ઓલપાડના નાયબ મામલતદારનું આપઘાત મામલો શોકજનક બનાવ સામે આવ્યું છે. રાંદેર વિસ્તારમાં રહેતી 36 વર્ષીય હિનીશા પટેલે આજે સવારે 10 વાગ્યાના આસપાસ પોતાના ઘરમાં આપઘાત કર્યો. પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હિનીશા પટેલ તેમના રૂમમાં ગયા હતા અને પંખે દોરડું ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો.

“કપડાં બદલવા જાઉં છું”

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, સવારના 10 થી 10:45 વચ્ચે હિનીશા પટેલે પરિવારને જણાવ્યું હતું કે “કપડાં બદલવા જાઉં છું” અને રૂમમાં ગઇ હતી. ઘણા સમય સુધી દરવાજો ન ખૂલતા કામવાળીએ તેમના પતિને જાણ કરી, ત્યારબાદ પતિએ દરવાજો ખોલ્યો ત્યારે હિનીશાનું મૃતદેહ પંખા સાથે ફાંસામાં લટકતી હાલતમાં મળી આવ્યું.

રાંદેર પોલીસે તપાસ હાથધરી

બંને પતિ-પત્ની ઓલપાડ પ્રાંત અધિકારી તરીકે નાયબ મામલતદારની ફરજ બજાવતા હતા. હાલમાં રાંદેર પોલીસ તપાસ હાથ ધર્યા છે અને પ્રાથમિક તપાસમાં બનાવના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસ પરિવારના સભ્યો સાથે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.

પરિવારમાં શોકની લાગણી

આ અંગેની તપાસમાં, હિનીશા પટેલ પર અગાઉ ACB માં થયેલી તપાસના મુદ્દાઓની પણ માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બનાવથી સ્થાનિક પ્રશાસન અને પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે, અને પોલીસ આ મામલે વધુ વિગતો એકઠી કરવા માટે તપાસ ચાલુ રાખી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now