Home Gujarat Surat Mass Crime In Surat

Surat: સુરતમાં સામૂહિક આપઘાત : પહેલા માસૂમ પુત્રોને ઝેરી દવા પીવડાવી, પછી પિતાએ ખાધો ફાંસો

Surat: સુરતમાં સામૂહિક આપઘાત
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 06:51 AM IST

સુરતમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રોને ઝેરી દવા પીવડાવીને પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

પહેલા માસૂમ પુત્રોને ઝેરી દવા પીવડાવી અને પછી પિતાએ ગળેફાંસો ખાધો

મળતી માહિતી અનુસાર, આ કરુણ ઘટના જિલ્લા પંચાયતના ક્વાર્ટરમાંથી એક પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. મૃતકોમાં પિતા અને તેમના બે પુત્રોનો સમાવેશ થાય છે. મૃતક પુત્રોની ઉંમર 3 વર્ષ અને 8 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની વિગતો મુજબ, પિતાએ સૌપ્રથમ તેમના બંને પુત્રોને કોઈ ઝેરી દવા પીવડાવી હતી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

આપઘાતનું કારણ અકબંધ

આ સામૂહિક આપઘાત પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. મૃતક પિતા અને તેમના પરિવાર વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now