Home Gujarat Surat Mahuva Mudat Village Purna River Near Water Cats

મહુવામાં પૂર્ણા નદીના કિનારે જળ બિલાડીઓ : જોવા માટે નદી કિનારે લોકોનો જમાવડો, કુતૂહલ!

મહુવામાં પૂર્ણા નદીના કિનારે જળ બિલાડીઓ
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2025, 09:51 AM IST

સુરતના મહુવા તાલુકાના મુડત ગામ નજીકથી પસાર થતી પૂર્ણા નદીના કિનારે દુર્લભ ગણાતી જળ બિલાડીઓનું ઝુંડ જોવા મળ્યું છે. આશરે 5 થી 6 જેટલી જળ બિલાડીઓ નદીમાં ડૂબકીઓ મારતી નજરે પડી હતી. આ દુર્લભ જળ બિલાડીનો સમૂહ દેખાવ દેતાં આસપાસના વિસ્તારોમાં રહેલા લોકોમાં જોવાની ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ઘણા લોકો આ નજારાને કેમેરામાં કેદ કરવા પણ ઉમટી પડ્યા હતા.
પૂર્ણા નદીના કિનારે જળ દેખાઈ બિલાડીઓ
જળ બિલાડી એ સામાન્ય રીતે ગુજરાતમાં દુર્લભ છે. જે સામાન્ય રીતે માનવ વસાહતથી દૂર રહે છે. જેથી તેને નદી કિનારે રમતી જોવા મળતા લોકોમાં કૂતુહલ સર્જાઈ હતી. આ નજારાને વધુ સુંદર બનાવી દીધો હતો ગાયકવાડી પુલનો નયનરમ્ય દૃશ્યોએ. આ પુલની ખાસ વાત એ છે કે તે પૂલ ઉપરથી એક તરફ કાંકરાપાર નહેર પસાર થાય છે અને સાથે રસ્તો પણ ચાલી પણ છે. એટલે પ્રકૃતિપ્રેમી અને ફોટોગ્રાફર્સ માટે આ જગ્યા એક અનોખું દ્રશ્ય બની ગઈ છે. કેમ એક તરફ નદીમાં રમતી જળ બિલાડીઓ અને બીજી તરફ પુલ પરથી પસાર થતી નહેર અને વાહનવ્યવહાર.
સ્થાનિક અને મુલાકાતીઓમાં કુતૂહલ
આ સમગ્ર ઘટનાએ સ્થાનિક અને મુલાકાતીઓમાં કુતૂહલ જગાવ્યું છે અને જળ જીવસૃષ્ટિમાં રસ ધરાવનારા લોકો માટે આ દૃશ્ય એક અભૂતપૂર્વ અનુભૂતિ બની રહ્યું હતું.
કેવી હોય છે જળ બિલાડી?
શરીરે આ બિલાડી ઘરેલૂ બિલાડી કરતાં થોડી મોટી હોય છે. તેનું વજન સામાન્ય રીતે 5થી 15 કિલોગ્રામ સુધી હોય છે અને તેની લંબાઈ 70થી 85 સેન્ટીમીટર જેટલી હોય છે. તેનો શરીર મજબૂત અને ઘાટો હોય છે. તેના શરીર પર કાળા ધબ્બાઓ જોવા મળે છે, તેનું નાક ચોકસાઈથી શિકાર શોધવામાં મદદરૂપ હોય છે. જેને રાત્રે વધુદેખાય છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now