Home Gujarat Surat Ganesh Utsav 100 Crore Insurance

સુરતમાં ગણેશ પંડાલોમાં 100 કરોડનું વીમા કવચ : આ ખાસ થીમો બની આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં ગણેશ પંડાલોમાં 100 કરોડનું વીમા કવચ
Published by: OBS Bureau
Last Updated: Aug 27, 2025, 05:24 AM IST

સુરતમાં ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થા, સુરક્ષાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. જ્યાં આસ્થા અને બિઝનેસનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. આ વખતે માત્ર ગણેશજીની પ્રતિમાઓ અને ભવ્ય પંડાલ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથો સાથ સુરક્ષાને લઈ 100 કરોડથી પણ વધુનું વીમા કવચ લેવાયું છે. જે બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું છે.


ખાસ થીમો આકર્ષણનું કેન્દ્ર બન્યું

સુરતના ગણેશ પંડાલોમાં ઓપરેશન સિંદૂર, સાયબર પેટ્રોલિંગ, AIથી ક્રાઉડ મેનેજમેન્ટ અને ઉંદર ગણેશજીની પ્રદક્ષિણા કરશે તેવી જેવી વિવિત ગણેશ મૂર્તિઓ અને થીમો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


મંડપ, દાગીના અને ભક્તો માટે વીમો

આપને જણાવીએ કે, સુરતમાં નાની-મોટી અંદાજે કુલ 1 લાખથી વધુ શ્રીજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. ત્યારે પંડાલના આયોજકોએ દસ દિવસ માટે ખાસ વીમા પેકેજ લીધા છે. આ પેકેજ માત્ર સવા લાખ રૂપિયાના પ્રીમિયમમાં પ્રતિમા, મંડપ, ભગવાનના દાગીના અને ભક્તોનું પણ વીમા કવચ આવરી લે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now