સુરતનાં વરાછામાં આજરોજ ચેક રિટર્ન કેસ મામલે વેપારીઓ ધરણા પર બેઠા હતા. તેમનાં દાવા મુજબ આશરે 6 વર્ષ પહેલા કંપની પાસેથી નાણા લીધા હતા અને પરત કરી દિધા હોવા છતાં કંપની દ્વારા લેણું નિકળતું હોવાનું જણાવી ચેક રિટર્ન કરાવી કેસ કર્યો છે. જેથી કેસ પરત ખેંચવાની માંગ સાથે ધરણા પર બેઠા છે.
મળતી વિગત મુજબ સુરતનાં વરાછાની કે.પી. સંઘવી ડાયમંડ કંપની પાસેથી હીરાનાં વેપારીઓ ખરીદી કરતાં હતા. જે બાબતે વેપારીઓ દ્વારા કંપનની ચેક આપવામાં આવ્યા હતા. આ નાણાકિય વ્યવ્હારને લઈને વેપારીઓ અને કંપની વચ્ચે વાટાધાટ થતાં મામલો કોર્ટનાં દ્વારે પહોંચ્યો હતો. કારણ કે કે.પી. સંઘવી દ્વારા કુલ 12 જેટલી કંપનીનાં ચેક બેંકમાં રજૂ કરતાં નાણા ના હોવાને લીધે ચેકો રિટર્ન થયાં હતા. જેનાં કારણે અનેક વેપારીઓને જેલનાં હવાલે થવાનો પણ વારો આવ્યો હતો.
તો બીજી તરફ કંપની દ્વારા હજુ પણ સાત કરોડ રૂપિયા બાકી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ વેપારીઓ દ્વારા નાણાની ભરપાઈ કરી દેવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને આજરોજ વેપારીઓ ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ અગાઉ પણ આ બાબતે વેપારીઓ દ્વારા મુખ્યમંત્રી થી લઈને તમામ વિભાગોને વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કેસનું સમાધાન ન થતાં વિવાદ સર્જાયો છે.
આ અંગે વેપારીએ જણાવ્યું હતું કે ડાયમંડ એસોસિએશન સહિતનાં અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નાણાનું ચૂકવણું કરી દીધું હતું. ઉપરાંત અમારી 12 કંપની સામે ચેક રીટર્નનો ખોટો કેસ કર્યો છે. અને સતત કંપની દ્વારા હેરાન-પરેશાન કરવામા આવી રહ્યું છે. આ બાબતે કેસ પર ખેંચી લેવા માટે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો: AAPનો માસ્ટરસ્ટ્રોક, સાતમી યાદી સાથે પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો મેદાનમાં!





