Home Gujarat Surat Crime News Tragic End To Married Life In Pandesara Within 15 Years

સુરતમાં પતિના ઠપકા બાદ પત્નીનો આપઘાત : 1.5 વર્ષમાં જ લગ્ન જીવનનો કરૂણ અંત, જાણો સમગ્ર કેસ

સુરતમાં પતિના ઠપકા બાદ પત્નીનો આપઘાત
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2025, 10:30 AM IST

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં વધુ એક આપઘાતની ઘટના બની છે. જ્યાં પતિના ઠપકાથી પત્નીએ આપઘાત કર્યો છે. અપેક્ષા નગર વિસ્તારમાં રહેતા 21 વર્ષની યુવતી લીપ્સારાણી પ્રધાન પોતાના પ્રેમી સાથે સતત ફોન પર વાતચીત કરતી હતી. પતિ શિવારામ પ્રધાને તેને આ બાબત પર ટોક કરી હતી અને ચેતવણી આપી હતી કે જો તે આ રીતે ફરી વાતચીત કરતી રહેશે તો તે તેના માતા-પિતાને જાણ કરી દેશે.

1.5 વર્ષમાં જ લગ્ન જીવનનો કરૂણ અંત!

ઘટનાના દિવસે પતિ નોકરીએ ગયા બાદ લીપ્સારાણી ઘરમાં એકલી હતી અને તણાવની સ્થિતિમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો સામે આવી છે. તેનો લગ્નજીવનના હજુ માત્ર 1.5 વર્ષ જ પુરું થયું હતું. અચાનક થયેલા આ દુઃખદ ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પોલીસે તપાસ હાથ ધરી

આ અંગે પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ આપઘાત પાછળના સંજોગો અને સંબંધિત વિગતોને લઈ તપાસ હાથ ધરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now