Home Gujarat Surat Builder Tushar Ghelani Commits Sui Cide After Being Blackmailed By Woman Reveals Report

તુષાર ઘેલાણીના આપઘાત મામલે નવા ખુલાસા : આ કેસમાં મહિલાની એન્ટ્રી! પરિવાર દ્વારા લેખિત અરજી

તુષાર ઘેલાણીના આપઘાત મામલે નવા ખુલાસા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 14, 2026, 05:30 AM IST

તુષાર ઘેલાણીના આપઘાત મામલે નવા ખુલાસા સામે આવ્યા છે. પરિવારજનો દ્વારા કરાયેલી અરજીના આધારે એક મહિલાના બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસના આક્ષેપો સામે આવ્યા છે.

સુરત ના DCP નિધિ ઠાકુરએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે તુષાર ઘેલાણીના પરિવાર દ્વારા લેખિત અરજી કરવામાં આવી છે, જેમાં એક મહિલાએ બ્લેકમેલિંગ કરીને અને પ્રોપર્ટી મુદ્દે દબાણ કરીને માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પરિવારના જણાવ્યા મુજબ આ મહિલાના સતત દબાણ અને ત્રાસના કારણે તુષાર ઘેલાણી માનસિક રીતે ભાંગી ગયા હતા. 4 ફેબ્રુઆરીએ આ જ મહિલા હોસ્પિટલ ખાતે આવી હોબાળો કર્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિવારજનોએ જણાવ્યું છે કે મહિલાનો પરિવાર સાથે કોઈ સંબંધ નથી.

DCP નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે મળેલી અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવશે અને તપાસ દરમિયાન તથ્યો સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now