સુરત શહેરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નાનપુરા સ્થિત મક્કાઈપુલ ખાતે શહેર ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીનું પૂતળાદહન કરી વિરોધ નોંધાવ્યો હતો.
ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં વિઘ્ન ઉભું કરવા કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે. તેમના મતે આ પ્રકારના નિવેદનો અને પ્રવૃત્તિઓથી ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ પ્રદર્શન દરમિયાન ભારે સૂત્રોચાર અને નારેબાજી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશવિરોધી માનસિકતા અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.




















