Home Agriculture Suran Vegetable Pickle Farmer Agriculture Crop Production Gujarat Government Elephant Root Yam

સૂરણની સફળ ખેતી : શાક અને અથણામાં વપરાતા આ પાકની ખેતીથી ખેડૂતો થશે માલામાલ, જાણો 4 મહિનામાં કેવી રીતે થશે લાખોની આવક?

સૂરણની સફળ ખેતી
Published by: OBS Bureau
Last Updated: Feb 03, 2025, 06:35 AM IST

આધુનિક યુગમાં હવે ખેડૂતો પણ નવી નવી ખેતી પદ્ધતિ અપનાવી આર્થિક રીતે મજબૂત બની રહ્યા છે. જેમાં કેટલાક પાક એવા છે જેમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખી ખેતી કરવામાં આવે તો ઓછા સમયમાં ખેડૂતો વધુ આવક મેળવી શકે છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે આશીર્વાદ સમાન સૂરણની ખેતી ખેડૂતોની આવક બમણી કરવાની ગેરંટી આપે છે. સૂરણની બજારમાં ક્યારેય માગ ઘટતી નથી. સૂરણને ઓલ અને જિમકંદ પણ કહેવામાં આવે છે...
સૂરણની ખેતીની ખાસિયત
સૂરણ એક એવો પાક છે જેમાં જીવાત અને રોગનો ખતરો ઓછો રહે છે. જેથી ખેડૂતોને રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઓછો થાય છે. સૂરણમાં થડનો સડો, તમાકુ સેન્ડી રોગ અને બ્લાઇટ રોગનો ખતરો રહે છે. જેનાથી તેને રક્ષણ આપવા માટે ઇન્ડોફિલ અને બાવિસ્ટિનના દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ.
સૂરતની ખેતીમાં કેટલો ખર્ચ અને આવક થાય છે?
સૂરણની ખેતીમાં એક હેક્ટરમાં 3 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે..જ્યારે 12 લાખ રૂપિયા સુધીની આવક પણ થઈ શકે છે. સૂરણનો પાક ત્રણથી 4 મહિનામાં તૈયાર થઈ જાય છે. જેના એક કંદનો વજન લગભગ 4 કિલો સુધીનું હોય છે. એક એકરમાં સૂરણની ખેતી કરવા માટે એકથી દોઢ લાખનો ખર્ચ થાય છે..તો એક એકરમાં સૂરણનું 150 ક્વિન્ટલ ઉત્પાદન મળે છે. બજારમાં સૂરણના એક ક્વિન્ટલના 3થી 4 હજાર રૂપિયા ભાવ મળે છે...જેથી માત્ર ચાર મહિનામાં એક એકરમાં સૂરણની ખેતી કરી ખર્ચ બાદ કરતા 2થી અઢી લાખનો ચોખ્ખો નફો ખેડૂતોને મળી શકે છે.
સૂરણ એક, ફાયદા અનેક
લોકો સૂરણનો ચટાકેદાર શાક શોકથી આરોગતા હોય છે. પરંતુ તમારે શાકમાં ઉપયોગ ન કરવો હોય તો અથાણા પણ બનાવી શકો છો. જેના લીધે સૂરણની બજારમાં હંમેશા માગ રહેતી હોય છે. આંતરપાકની ખેતીથી ખેડૂતો સૂરણની સાથે અન્ય પાક પણ ઉગાડી શકે છે. જેમાં સૂરણની સાથે નાળિયેર, સોપારી, રબર, કેળા અને રોબસ્ટા કોફી વાવી ખેડૂતો બમણી આવક મેળવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now