Home International Supreme Court Implements Reservation Policy For The First Time

સુપ્રીમ કોર્ટનું ઐતિહાસિક પગલું : સ્ટાફ માટે આ નીતિ પહેલીવાર લાગુ કરવામાં આવી!

સુપ્રીમ કોર્ટનું ઐતિહાસિક પગલું
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 10:06 AM IST

સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક પગલું ભરતા 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સ્ટાફ માટે અનામત નીતિ લાગુ કરી છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને સુપ્રીમ કોર્ટમાં બિન-ન્યાયિક પદો પર નિમણૂકો અને પ્રમોશનમાં અનામતનો લાભ મળશે.
ગૈર-ન્યાયિક પદો પર અનામત લાગુ!
સુપ્રીમ કોર્ટમાં અનામત નીતિ 23 જૂન 2025ના રોજ અમલમાં આવી છે. આ ભારતની સુપ્રીમ કોર્ટમાં વહીવટી કામગીરીમાં મોટા પરિવર્તનનો સંકેત છે. ન્યાયાધીશો પર અનામત લાગુ થશે નહીં અને અનામત ફક્ત રજિસ્ટ્રાર, સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ, ચેમ્બર એટેન્ડન્ટ વગેરે પદો પર જ લાગુ થશે. સુપ્રીમ કોર્ટમાં અનામત હેઠળ ત્રણ શ્રેણીઓ રહેશે, જેમાં SC, ST અને બિન-અનામતનો સમાવેશ થશે.
જસ્ટિસ બીઆર ગવઈએ શું કહ્યું ?
અનામતના અમલીકરણ અંગે ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે, ''જો બધી સરકારી સંસ્થાઓ અને વિવિધ હાઈકોર્ટમાં અનામત નીતિ લાગુ પડે છે, તો પછી ફક્ત સુપ્રીમ કોર્ટ જ અપવાદ કેમ હોવી જોઈએ?'' તેમણે કહ્યું કે, ''આપણા મૂલ્યો આપણા કાર્યનો અરીસો હોવો જોઈએ. 24 જૂને જારી કરાયેલા પરિપત્ર મુજબ અનુસૂચિત જાતિ (SC) કર્મચારીઓને સુપ્રીમ કોર્ટમાં 15 ટકા અનામત મળશે, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીને 7.5 ટકા અનામત આપવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર