Home National Summer Holidays Schools Closed From April 27 Heatwave India

27 એપ્રિલથી આ રાજ્યમાં ઉનાળુ વેકેશન : સરકારી અને પ્રાઈવેટ શાળાઓ રહેશે બંધ

summer holidays 2026
Published by: Viral Patel
Last Updated: Apr 24, 2026, 02:19 PM IST

Summer Vacations: સામાન્ય રીતે ઉનાળુ વેકેશનની જાહેરાત 25 મે અથવા 1 જૂનની આસપાસ થતી હોય છે, પરંતુ ભીષણ ગરમીને જોતા ઓડિશા સરકારે રાજ્યભરની સરકારી અને ખાનગી શાળાઓ માટે ઉનાળુ વેકેશન વહેલું જાહેર કરી દીધું છે. જાણો, ઓડિશામાં ક્યારથી છે વેકેશન?

ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે રાજ્યભરની સરકારી અને ખાનગી શાળાઓને 27 એપ્રિલથી બંધ કરવાની જાહેરાત કરી છે. શાળા અને સામૂહિક શિક્ષણ (SME) વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન વહેલું આપવા માટે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો: મુંબઈમાં પણ નાસિક TCS જેવો કાંડ! : ટેલિકોલિંગની જોબ છોડ્યા બાદ યુવતીને મોકલ્યા અશ્લીલ મેસેજ, આરોપીની ધરપકડ

27 એપ્રિલથી શિક્ષણ સંસ્થાઓ રહેશે બંધ

ઓડિશામાં હવે 27 એપ્રિલથી તમામ ખાનગી અને સરકારી શાળાઓ બંધ રહેશે. હવામાન વિભાગના એલર્ટ અને અનેક જિલ્લાઓમાં વધતા તાપમાનને જોતા સરકારે વિદ્યાર્થીઓના હિતમાં સમય પહેલા શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

પરીક્ષાઓ નિર્ધારિત સમયે જ લેવાશે

ઉનાળુ વેકેશન વહેલું જાહેર કર્યા બાદ સરકારે વિદ્યાર્થીઓને સ્પષ્ટતા કરી છે કે પરીક્ષાઓ તેમના નિર્ધારિત સમયે જ લેવામાં આવશે. આ સિવાય શાળાઓમાં પહેલેથી ચાલી રહેલી પરીક્ષાઓ અને વસ્તી ગણતરીની કામગીરી પહેલાની જેમ જ ચાલુ રહેશે.

આ પણ વાંચો: બેંગલુરુના ઉદ્યોગપતિ સાથે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્ઝરે કર્યું 'હનીટ્રેપ' : 1.5 કરોડની માંગણી કરી વીડિયો પત્નીને મોકલ્યા

સામાન્ય રીતે 25 મે પછી પડતું હતું વેકેશન

શાળાઓમાં સામાન્ય રીતે ઉનાળુ વેકેશન 25 મે અથવા 1 જૂન પછી શરૂ થતું હોય છે, પરંતુ રાજ્યમાં પ્રચંડ ગરમીને કારણે ઓડિશા સરકારે તેને 27 એપ્રિલથી અમલી બનાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ ચંદ્ર પુજારીએ આગામી સમયમાં આંગણવાડી કેન્દ્રો પણ વહેલા બંધ કરવાની વાત કહી છે.

ઓડિશામાં 45 ડિગ્રી સુધી પહોંચશે પારો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઓડિશાના અનેક ભાગોમાં તાપમાન વધીને 45 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. અત્યારે રાજ્યના 24 કેન્દ્રોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં, શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવું એ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સરકારનો યોગ્ય નિર્ણય ગણાય રહ્યો છે.

આ પણ વાંચો: મહિલાની મંજૂરી વિના ગર્ભ ધારણ કરવા મજબૂર કરી શકાતી નથી : સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now