Home International Sumit Rastogi Adelaide Sexual Assault Case

મસાજ પાર્લરમાં 61 મહિલાઓનું શોષણ ભારતીયને થઈ 13 વર્ષની સજા : 55 ગુપ્ત વીડિયો બનાવ્યા, હનીમૂન પર આવેલી નવવધૂને પણ ન છોડી

આરોપીની છબી
Image Credit: X.com
Published by: Niraj Chokshi
Last Updated: May 17, 2026, 12:31 PM IST

ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં એક ગંભીર અને હચમચાવી દેનાર કેસમાં ભારતીય મૂળના 39 વર્ષીય સુમિત સતીશ રસ્તોગીને કોર્ટ દ્વારા 13 વર્ષ અને 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે તેને 61 મહિલાઓના યૌન શોષણ માટે દોષીત ઠેરવ્યો છે. આ કેસ આરોગ્ય અને સેવા ક્ષેત્રમાં વિશ્વાસના ભંગનું એક ગંભીર ઉદાહરણ બની ગયો છે. આરોપી એડિલેડના ગ્લેનેલગ વિસ્તારમાં આવેલા એક મસાજ પાર્લરમાં કામ કરતો હતો અને ત્યાં આવતા ગ્રાહકો સાથે ગેરવર્તન કરતો હતો.

97 ગુનાઓનો ખુલાસો

તપાસ મુજબ, ઓક્ટોબર 2021થી જુલાઈ 2022 વચ્ચે સુમિત રસ્તોગીએ મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરી હતી. પોલીસ તપાસમાં તેના વિરુદ્ધ કુલ 97 ગુનાઓ નોંધાયા, જેમાં 55 કિસ્સાઓમાં ગુપ્ત રીતે વીડિયો અને તસવીરો બનાવવાનો સમાવેશ થાય છે, જ્યારે 42 કિસ્સાઓ ગંભીર અશ્લીલ છેડતીના હતા.આ વિગતો બહાર આવતા કેસ વધુ ગંભીર બન્યો હતો, કારણ કે ગુપ્ત રેકોર્ડિંગ જેવી પ્રવૃત્તિઓ પ્રાઈવસીના ગંભીર ભંગ તરીકે જોવામાં આવે છે.

આ પણ વાંચો: મંદિરમાં પ્રવેશ મુદ્દે મહિલાઓને તાલિબાની સજા! : કપડાં ફાડી, ચપ્પલોનો હાર પહેરાવી 2 કિ.મી. સુધી સરઘસ કાઢ્યું

કોર્ટની કડક ટિપ્પણી

સાઉથ ઓસ્ટ્રેલિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટની જજ કારમેન માટેઓએ સુનાવણી દરમિયાન જણાવ્યું કે આરોપીએ એવી મહિલાઓનો ભરોસો તોડ્યો, જેઓ સારવાર અને આરામ માટે સુરક્ષિત વાતાવરણની અપેક્ષા રાખીને ત્યાં આવી હતી. કોર્ટએ નોંધ્યું કે શરૂઆતમાં થયેલા ગુનાઓ બાદ આરોપી વધુ હિંમતવાન બનતો ગયો અને સમય જતાં તેનું વર્તન વધુ જોખમી અને બેકાબૂ બન્યું. આથી તેની સામે કડક સજા જરૂરી ગણાઈ.

આ પણ વાંચો: 'જો પરિસ્થિતિ જલ્દી નહીં બદલાય તો આપત્તિ નિશ્ચિત છે' : પીએમ મોદીએ નેધરલેન્ડથી વિશ્વને આપી ચેતવણી

પીડિતાઓના નિવેદનથી કેસ મજબૂત

આ કેસમાં અનેક પીડિત મહિલાઓએ કોર્ટમાં પોતાના અનુભવ રજૂ કર્યા, જે ખૂબ જ વ્યથિત કરનાર હતા. એક મહિલાએ જણાવ્યું કે તેની સાથે આ ઘટના તેના હનીમૂન દરમિયાન બની હતી, જે તેના જીવનની યાદોને હંમેશ માટે બદલી ગઈ.

આ પણ વાંચો: ઘરેલું ગેસ સિલિન્ડર માટે નવા દરો જાહેર કરવામાં આવ્યા : જાણો આજે કયા ભાવે થઈ રહ્યું છે ગેસનું બુકિંગ

કોઈ માન્ય તાલીમ નહીં

કોર્ટમાં એ પણ ખુલ્યું કે સુમિત રસ્તોગી પાસે મસાજ થેરાપી માટે કોઈ માન્ય ડિગ્રી કે ટ્રેનિંગ નહોતી તેમ છતાં તે આ ક્ષેત્રમાં કામ કરી રહ્યો હતો. બચાવ પક્ષે દલીલ કરી કે આરોપીને “વોયરિસ્ટિક ડિસઓર્ડર” નામની માનસિક સમસ્યા છે જેમાં વ્યક્તિને ચોરી-છૂપીથી અન્યને જોવાથી અથવા રેકોર્ડ કરવાથી યૌન ઉત્તેજના થાય છે. જોકે કોર્ટે આ દલીલને સ્વીકારી નહીં અને સ્પષ્ટ કહ્યું કે આ પ્રકારની બીમારી ગુનાઓને યોગ્ય ઠેરવી શકતી નથી.

કોર્ટે 13 વર્ષ અને 10 મહિનાની જેલ સજા સાથે 10 વર્ષ અને 10 મહિનાનો નોન-પેરોલ પિરિયડ નક્કી કર્યો છે. તેનો અર્થ એ છે કે આ સમયગાળા પહેલા આરોપી જામીન અથવા પેરોલ પર બહાર આવી શકશે નહીં. સજા પૂરી થયા બાદ તેને ઓસ્ટ્રેલિયાથી દેશનિકાલ (ડિપોર્ટ) કરવાની શક્યતા પણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now