Home Gujarat Sudden Change In Weather In Ahmedabad And Gandhinagar

અમદાવાદ અને ગાંધીનગરમાં એકાએક વાતાવરણમાં પલટો : વાદળછાયું વાતાવરણ, પવન સાથે વરસાદી ઝાપટા

અમદાવાદ અને ગાંધીનગરમાં એકાએક વાતાવરણમાં પલટો
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2026, 04:33 AM IST

અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે અચાનક હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. સવારે સ્વચ્છ આકાશ અને સામાન્ય ગરમી વચ્ચે બપોર બાદ એકાએક વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં કાળા વાદળો ઘેરાતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું.

વરસાદી છાંટા પડ્યા

ગાંધીનગર શહેરના સરગાસણ, અડાલજ, કોબા અને ચાંદખેડા સહિત આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે ઝરમર વરસાદ પણ નોંધાયો હતો, જેના કારણે રસ્તાઓ ભીના જોવા મળ્યા હતા. સાથો સાથ હવામાનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ઘેરા વાદળો સાથે ઠંડો પવન

શહેરના અનેક વિસ્તારોમાં ઘેરા વાદળો સાથે ઠંડો પવન પણ ફૂંકાયો હતો. ક્યાંક ક્યાંક તો પવન એટલો સુસવાટાબંધ હતો કે, નેવા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર નીકળેલા લોકો અને વાહનચાલકોને પણ સાવચેતી રાખવી પડી હતી. હવામાનમાં આવેલા આ પલટાને કારણે વાતાવરણ ઠંડું બન્યું હતું. હાલ તો રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now