Home Gujarat Strong Demand In Lok Sabha To Open American Visa Center

ગુજરાતમાં શરૂ થશે VFS સેન્ટર : અમેરિકન વિઝા સેન્ટર શરૂ કરવા લોકસભામાં પ્રબળ માંગ, મહેસાણાના સાંસદે ઉઠાવ્યો મહત્વનો મુદ્દો

ગુજરાતમાં શરૂ થશે VFS સેન્ટર
Published by: OBS Bureau
Last Updated: Dec 03, 2025, 11:32 AM IST

ગુજરાતમાં અમેરિકન વિઝા સેન્ટર શરૂ કરવાની માંગ ફરી એકવાર જોરદાર બની છે. મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલે લોકસભાના શૂન્યકાળ દરમિયાન આ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ એકપણ અમેરિકન વિઝા સેન્ટર (VFS) ઉપલબ્ધ નથી, જેના કારણે હજારો નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

હાલમાં ગુજરાતના નાગરિકોને અમેરિકન વિઝા મેળવવા માટે મુંબઈ, દિલ્હી અથવા ચેન્નઈ જેવા દૂરના શહેરોમાં જવું પડે છે. આ કારણે અરજદારોનો સમય, રૂપિયા અને શારીરિક થાક વધે છે. ઘણા વિદ્યાર્થીઓ, બિઝનેસમેન અને પ્રવાસીઓ માટે આ દૈનિક ચિંતા બની ગઈ છે. વિઝા પ્રક્રિયાનું સમગ્ર ભારણ બહારના રાજ્યો પર જતા હોવાથી અરજદારોને સમયસર એપોઈન્ટમેન્ટ પણ મળતી નથી.

સાંસદ હરિ પટેલે કેન્દ્રીય વિદેશ મંત્રાલયનું ધ્યાન આ બાબતે દોરતા જણાવ્યું કે ગુજરાતમાં VFS સેન્ટર શરૂ થાય તો અરજદારોને મોટી રાહત મળશે. સાથે જ આ સેન્ટર રાજ્યના આર્થિક વિકાસમાં પણ યોગદાન આપશે, કારણ કે વિઝા સંબંધિત સેવાઓ સાથે જોડાયેલા અનેક રોજગારના અવસર ઊભા થઈ શકે છે.

વિશ્વભરના દેશો સાથે ગુજરાતની વ્યાપારી અને શૈક્ષણિક જોડાણો વધતા જતા વિઝાની માંગ પણ સતત વધી રહી છે. તેવા સમયે રાજ્યમાં એક સેન્ટર ન હોવું ચિંતાજનક બાબત છે. જો ગુજરાતમાં વિઝા સેન્ટર શરૂ થાય તો હજારો અરજદારોનો સમય અને નાણાં બચશે અને પ્રક્રિયા વધુ સરળ અને સુલભ બનશે.

આ મુદ્દો લોકસભામાં ઉઠતા ગુજરાતમાં અમેરિકન વિઝા સેન્ટર સ્થાપવાની આશા એકવાર ફરી મજબૂત બની છે. હવે કેન્દ્ર સરકાર શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now