Home Business Stock Market Today Updates

Stock Market Today : છેલ્લા 10 દિવસથી શેર બજારમાં ઘટાડો, રોકાણકારોએ શું કરવું ?

Stock Market Today
Published by: OBS Bureau
Last Updated: Mar 04, 2025, 01:07 PM IST

ભારતીય શેરબજારમાં હાલ અસ્થિરતા વધી રહી છે. વૈશ્વિક બજાર, ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો અને FIIsની સતત વેચવાલી બજારને પ્રભાવિત કરી રહી છે. ત્યારે નિષ્ણાંતો માને છે કે ટૂંકાગાળાના રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ, જ્યારે લાંબા ગાળાના રોકાણકારો માટે આ એક નવી તક હોઈ શકે છે.

શેરબજાર ઘટાડા પાછળના 4 મુખ્ય કારણો:

1. FII (વિદેશી રોકાણકારો) ની ભારે વેચવાલી
વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી મોટાપાયે પુંજી કાઢી રહ્યા છે. 2025માં અત્યાર સુધીમાં FIIs લગભગ 1.50 લાખ કરોડ રૂપિયાનું વેચાણ કરી ચૂક્યા છે. માત્ર સોમવારના દિવસે જ 4,788 કરોડ રૂપિયાનું વેચાણ થયું, જ્યારે શુક્રવારે (28 ફેબ્રુઆરી) 11,639 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું. વિદેશી રોકાણકારો હવે ભારતના બદલે ચાઇનાના શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે.

2. ડોનાલ્ડ ટ્રમ્પનો ટૅરિફ એટેક
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પાસેથી આયાત થતા માલ ઉપર 25% શુલ્ક (ટૅરિફ) લગાવવાની જાહેરાત કરી છે. જેની સામે કેનેડાએ પણ અમેરિકાની પ્રોડક્ટ્સ પર 25% પ્રતિશુલ્ક લગાવવાની તૈયારી કરી છે. આ પગલાંને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા વધી છે.

અમેરિકી શેરબજારમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.

વિશ્વભરના રોકાણકારો દોડધામમાં શેર વેચી રહ્યા છે, અને તેનું સીધું અસર ભારતીય બજાર પર પણ થઈ રહી છે.

3. વૈશ્વિક બજારમાં નબળાઈ
અમેરિકાના બજાર ઉપરાંત યુરોપ અને એશિયાના અન્ય દેશોમાં પણ શેરબજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

4. ભારતીય રોકાણકારોમાં ભય
FIIsના SELLING PREASURE અને વૈશ્વિક બજારની નબળાઈને કારણે સ્થાનિક રોકાણકારો પણ સ્ટોક્સ વેચી રહ્યા છે, અને નવા રોકાણથી દૂર રહે છે.

હવે શું થશે?

જો વૈશ્વિક સ્તરે ટૅરિફ વોર વધશે, તો બજારમાં વધુ ઘટાડાની શક્યતા છે.

RBIની નીતિગત જાહેરાતો અને દેશની આર્થિક સ્થિતિ પણ બજાર પર અસર કરશે.

નિષ્ણાતોનું માનવું છે કે નિફ્ટી માટે 21,500 અને સેન્સેક્સ માટે 71,000 મહત્વના સપોર્ટ લેવલ છે. જો બજાર આ સપોર્ટ તોડશે, તો વધુ ઘટાડાની સંભાવના છે.

રોકાણકારોએ શું કરવું?

ટૂંકાગાળાના રોકાણકારો માટે હવે સાવચેતી રાખવી જરૂરી છે.

લાંબા ગાળાના રોકાણકારો માટે સારા શેર ઓછી કિંમતે ખરીદવાની તક હોઈ શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે મજબૂત ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં ધીમે ધીમે રોકાણ કરવું સારું રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now