Home Business Stock Market Today Sensex And Nifty Live Updates India Top Gaining Stocks In Nifty 50 Today

Sensex Today : સતત બીજા દિવસે શેરબજારમાં બુલ રન! બેંકિંગ શેરોમાં ધૂમ ખરીદી, રોકાણકારો ખુશખુશાલ

Sensex Today
Published by: Nirali Gohil
Last Updated: Mar 25, 2026, 05:19 AM IST

ભારતીય શેરબજાર માટે આજનો દિવસ અત્યંત ઉત્સાહજનક રહ્યો છે. મધ્ય પૂર્વમાં ઈરાન સાથેના તણાવમાં ઘટાડો થવાની આશા અને વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને પગલે ઘરેલું શેરબજારમાં રોકેટ ગતિએ તેજી જોવા મળી છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં 1,200થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીએ ફરી એકવાર 23,300ની મહત્વની સપાટી હાંસલ કરી લીધી છે. આ તેજીમાં માત્ર બ્લુ-ચિપ શેરો જ નહીં, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ 2-2 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે બજારમાં સર્વાંગી ખરીદીનો સંકેત આપે છે.

બજારની આ તેજી પાછળ મુખ્યત્વે બેંકિંગ, ઓટો અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો મોટો ફાળો રહ્યો છે. એક તરફ જ્યાં આઈટી (IT) સેક્ટરના શેરોમાં નરમાશ જોવા મળી રહી છે, ત્યાં બીજી તરફ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) અને શ્રીરામ ફાઈનાન્સ જેવા શેરોમાં જોરદાર લેવાલી નીકળી છે. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક તણાવમાં ઘટાડો થવાથી વિદેશી રોકાણકારોનો આત્મવિશ્વાસ વધ્યો છે, જેની સીધી અસર આજના ટ્રેડિંગ વોલ્યુમ પર જોવા મળી રહી છે.

સેક્ટર મુજબની હિલચાલ: IT સિવાયના તમામ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં

આજના સત્રમાં સેક્ટરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો નિફ્ટી બેંક ઈન્ડેક્સ લગભગ 2 ટકા ઉછળ્યો છે, જેમાં HDFC બેંક અને યુનિયન બેંક ટોપ ગેઈનર્સ રહ્યા છે. આ ઉપરાંત સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ રોકાણકારોએ જોરદાર રસ દાખવ્યો છે. જોકે, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ અને HCL ટેક જેવા દિગ્ગજ આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જેના કારણે આઈટી ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો હતો.

કોર્પોરેટ જગતની મોટી ખબરો: L&T અને એવાંટેલને મળ્યા મસમોટા ઓર્ડર

શેરબજારમાં તેજી વચ્ચે કેટલીક કંપનીઓએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે:

  • L&T (લાર્સન એન્ડ ટુબ્રો): કંપનીને આસામના ગુવાહાટીમાં વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે ₹1,000 થી ₹2,500 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે.

  • Avantel: કંપનીને સેટેલાઈટ કોમ્યુનિકેશન સાધનોના સપ્લાય માટે ₹460 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

  • TVS Motor: કંપનીના બોર્ડે શેરદીઠ ₹12ના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે, જેના કારણે તેના શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

  • Lupin: લ્યુપિનને તેની પીટોલિસેન્ટ ટેબલેટ્સ માટે યુએસએફડીએ (USFDA) તરફથી કામચલાઉ મંજૂરી મળી છે, જે ફાર્મા સેક્ટર માટે સારા સમાચાર છે.

ડિફેન્સ અને રેલવે શેરોમાં તેજી યથાવત

જેફરીઝ (Jefferies) દ્વારા ભારત ફોર્જ (Bharat Forge) માટે 'બાય' રેટિંગ જાળવી રાખતા તેના શેરમાં તેજી જોવા મળી છે. કંપનીની સંરક્ષણ ક્ષમતામાં થઈ રહેલો વધારો અને સરકારનું સ્થાનિક ખરીદી પરનું ફોકસ રોકાણકારોને આકર્ષી રહ્યું છે. તેવી જ રીતે, રેલ વિકાસ નિગમ (RVNL) અને HUDCO જેવા મિડકેપ શેરોમાં પણ 3 થી 5 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now